ડાયાબિટીસના ૧૦૦ દર્દીઓને સર્જરીથી છૂટકારો મળ્યો : કટુપીલા નામના ગુજરાતમાં થતા છોડ ઉપર રિસર્ચ કરવામાં આવી.

આજના સમયમાં ડાયાબિટીસનો રોગ ઘણા લોકોને થાય છે. અને તેમને આ રોગમાં સૌથી મોટો ડર એ હોય છે કે, જો તેમના શરીરમાં ઈજા થાય છે તો તેમને ભય રહે છે કે ઘા પાકી ન જાય કે પછી ઇન્ફેક્શન ન થાય. કારણ કે ડાયાબિટીસના દર્દીઓના ઘા સારા થવામાં ઘણો સમય લાગે છે. કેટલાક દર્દીઓને પગમાં ઘા વગેરે લાગ્યો હોય તો તેમને પગ કપાવવો પડે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે એક સારા સમાચાર છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જે જામનગરમાં આવી છે ત્યાં જાદુઈ છોડનો ઉપયોગ થઇ રહ્યો છે અને તે છોડનું વૈજ્ઞાનિક અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ છોડના મદદથી લગભગ 100 ડાયાબિટીસના દર્દીઓને સર્જરીથી છુટકારો મળ્યો છે. ડોક્ટર્સે બધા દર્દીઓને જણાવ્યું કે હવે એમ્પ્યુટેશન (જે તે અવયવ કાપી નાખવો તે) જ એકમાત્ર ઉપાય છે.

‘કટુપીલા’ નામના છોડને શ્રીલંકાના શલ્ય તંત્ર (સર્જરી) સ્ટુડન્ટ એ.એમ.અજમેર 2015 માં પોતાના વતનથી લાવ્યો હતો અને ટિમ દ્વારા તેના પર રિસર્ચ કરવામાં આવી. રિસર્ચનું પરિણામ યોગ્ય અને સરળ હોવાના કારણે તે છોડના પાંદડા પીસીને પેસ્ટ તૈયાર કરવામાં આવી અને તે પેસ્ટને ડાયાબિટીસના દર્દીઓના ઘા પર લગાડવામાં આવી હતી.

પેસ્ટ નવી હોવાના કારણે તેને વધારે લોકો પર પ્રયોગ કરવામાં આવી નહિ, એટલા માટે સૌથી પહેલા 23 દર્દીઓને આ રીતે સારવાર આપી. અને પરિયમ યોગ્ય મળતા વધારે લોકોને આ પ્રકારની સારવાર આપવામાં આવી. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટયૂડ ઓફ હેલ્થની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડીસીનમાં આ કેસ સ્ટડી પબ્લિશ કરવામાં આવી હતી. જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના એલોપેથીનો પણ રસ ત્યારે જાગ્યો જયારે આ છોડના અસરકારક પરિણામ તેમની સામે આવ્યા.

તેમણે આ છોડ પર ખુબ સારી રીતે રિસર્ચ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. ડોક્ટર્સની તપાસ અનુસાર ડાયાબિટીસના 60 ટકા દર્દીઓ ફૂડ અલ્સરથી પીડાતા હોય છે, અને તેમાંથી 30 ટકા દર્દીઓ એવા જોવા મળે છે જેમને સર્જરી કરવી પડે છે. ડાયાબિટીસના કેસમાં જયારે પગમાં ઈન્ફેક્શન હોય અથવા ઘા 4 સેમી કરતા વધારે ફેલાયેલો હોય તો સર્જરી કરીને પગ કાપવો એક માત્ર ઉપાય હોય છે. પરંતુ આ છોડની મદદથી 15 સેમી લાંબા ઘા ની સારવાર શક્ય બને છે.

 

એસોસિએટ પ્રોફેસર ડોક્ટર અને શલ્ય તંત્ર ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ ટી.એસ. દૂધમલે જણાવ્યું કે, 100 દર્દીઓ પર આ કટુપીલાના પાંદડાની પેસ્ટનો પ્રયોગ કરવામાં આવ્યો જેમને સર્જરી કરવાની સલાહ અપાઈ હતી. અસર સારી હોવાના કારણે ઘણા એલોપેથી ડોક્ટર્સ પણ આવા પેશન્ટને અહીંયા મોકલે છે. મુકેશ કંસારા જે જામનગરમાં રહે છે તેમની ઉંમર 57 વર્ષની છે તેઓ જણાવે છે કે પહેલા મારુ સુગર લેવલ 400 થી વધારે થઇ ગયું હતું અને મને પગમાં ઇજા પણ હતી.

તમણે આગળ જણાવ્યું કે લાંબા સમય સુધી ઘા રહ્યો, જેથી ડોક્ટરે મને મારો અંગુઠો કાપવાની સલાહ આપી. થોડા સમય પછી મને આયુર્વેદ યુનિવર્સીટીનો રેફરેન્સ મળ્યો અને હું સારવાર માટે અહીંયા આવી ગયો. લગભગ બે-ત્રણ મહિના સુધી મારી સારવાર થઈ અને એક વર્ષમાં મારો ઘા સારો થઈ ગયો. જાણવા જેવું છે કે ડાયાબિટીસ સિવાય, પોષક તત્વોની કમી, દાઝી જવાના કારણે વગેરેના ઘા પણ સારા થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તબક્કામાં ડાયાબિટિસને કારણે ઈજા પામેલા 23 દર્દીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. એક ગ્રુપને કટુપીલા છોડની પેસ્ટથી સારવાર કરવામાં આવી અને બીજા ગ્રુપને સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીસેપ્ટિક દવાથી સારવાર કરવામાં આવી. પેસ્ટથી જેની સારવાર કરવામાં આવી હતી, તેમને 28 દિવસમાં ઘણાં ઓછા જખમ રહ્યા હતા. જ્યારે એન્ટી-સેપ્ટિક વાળા ગ્રુપમાંથી માત્ર બે જ દર્દીઓને સંપૂર્ણપણે ઘામા રૂઝ આવી હતી.

આ કટુપીલા એટલે આપણી શીણવી-ઠુમરી…

હમણાં આ સંશોધન આયુર્વેદ યુનિવર્સીટીમાં થયા પણ તે બધા આપણા પૌરાણિક ગ્રથોના આધારે થયા છે.

સીણવાં : (શીણવી)

સીણવાં એ ગીર-ગિરનારના જંગલોમાં રળતાથી ઉપલબ્ધ હોય છે, સીણવાં એ વગડાઉ મેવો છે.

આના ફળ ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધી ચાખવા મળે. ગીરમાં તમે કોઈ પણ સમયે જશો તો તમને રોડની સાઈડમાં આ જોવા મળશે. આ ખુબ મોટા પ્રમાણમાં તુલસીશ્યામ જતા મેગ્નેટિક હિલમાં જોવા મળે છે.

સીણવાં, કુંઢેર, બીલા, ગરીયા, ખરખોડી, ખલેલા, ઉંબરા, વાછેટી, ખારધામણા, પીપળી, બોરસલી, ટેંટા, પેપળી એવી અનેક વસ્તુઓ ઘણા લોકોએ બાળપણમાં ખાધી હશે. પણ ત્યારે ખબર પડતી નહોતી કે આપણે જે ખાઈએ છીએ તે એક ઔષધિ છે તે ખાવું આપણા શરીર માટે ખુબ સારું છે.

શીણવી ખુબજ ઉપયોગી ઔષધિ છે. રુઝાતા ઘા માં ખુબ જ અસરકારક છે. ડાયાબિટીસના લીધે થતા ગેન્ગરિનમાં પણ અકસીર છે. આની હર્બલ ટી પણ ખુબ જ સારી બને છે.