આ 5 લોકોને જોવાનું પણ પસંદ નથી કરતા સલમાન ખાન, જાણો કોણ છે? એ અને શું છે કારણ?

જો આપણે બોલીવુડની વાત કરીએ તો આ સમયે બોલીવુડમાં સલમાન ખાન સૌથી મનપસંદ સ્ટાર માંથી એક માનવામાં આવે છે. એમને પસંદ કરવા વાળાની સંખ્યા દુનિયા ભરમાં કરોડોમાં છે. જ્યાં આપણે સલમાન ખાનને એમની દરિયાદિલી માટે જાણીએ છીએ, ત્યાં થોડા એવા લોકો પણ છે. જેમના માટે સલમાન કોઈ ખરાબ સપનાંથી ઓછા નથી. અમે અહીં વાત કરી રહ્યા છીએ એ લોકોની જેમણે સલમાન ખાનના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. હાં, તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો. ખરેખર સલમાન ખાનને અમુક લોકો પ્રત્યે નફરત છે અને તે એમને જોવાનું પણ પસંદ નથી કરતા. આ લોકોએ શાંત રહેતા સલમાન ખાનને ગુસ્સો કરવા પર મજબુર કરી દીધા હતા. આજે અમે તમને આ લેખના માધ્યમથી કયા લોકોને સલમાન જોવાનું પસંદ નથી કરતા એમના વિષે એમના વિષે વિસ્તાર પૂર્વક જાણકારી આપીશું.

આવો જાણીએ કે કયા લોકોને જોઈને સલમાન ખાન થઈ જાય છે ગુસ્સે.

૧) અર્જુન કપૂર :

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરનું આવે છે. એક સમય હતો જયારે સલમાન ખાન અર્જુન કપૂરને પોતાનો નાનો ભાઈ માનતા હતા. એટલું જ નહીં પણ સલમાન ખાને અર્જુન કપૂરને એક્ટિંગ અને બોડી બિલ્ડીંગની ઘણી બધી વાતો પણ જણાવી હતી, પરંતુ આપણે હાલની વાત કરીએ તો સલમાન ખાન અર્જુન કપૂરને જરા પણ પસંદ નથી કરતા. આ બધા પાછળનું મુખ્ય કારણ અર્જુન કપૂર અને સલમાન ખાનની ભાભી મલાઈકા અરોરા વચ્ચે વધતી નિકટતા છે.

૨) સરોજ ખાન :

તમે બધા લોકો બોલીવુડની શ્રેષ્ઠ કોરિયોગ્રાફર સરોજ ખાનને સારી રીતે ઓળખતા જ હશો. તેમણે બોલીવુડને ઘણા હિટ ગીત આપ્યા છે. પરંતુ સલમાન ખાન સલમાન ખાન જયારે પણ સરોજ ખાનને જોય છે તો એમને ગુસ્સો આવી જાય છે. સલમાન ખાનનો ગુસ્સો ઘણો જૂનો છે. વાત ત્યારની છે જયારે સલમાન ખાન ‘અંદાઝ અપના-અપના’ ફિલ્મના એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં સલમાન ખાન સાથે આમિર ખાન પણ હતા. એ ગીતની કોરિયોગ્રાફર સરોજ ખાન હતી. સલમાન ખાન પ્રમાણે સરોજ ખાને એમને ‘યે રાત ઓર યે દુરી’ ગીતમાં આમિર ખાનની સરખામણીમાં એમને ઓછા સ્ટેપ મળ્યા હતા. અને ગીતનું શૂટિંગ પૂરું થયા પછી સલમાન ખાને સરોજ ખાનને ગુસ્સામાં કહ્યું હતું કે જયારે હું મોટો સ્ટાર બની જઇશ ત્યારે તમારી સાથે ક્યારેય વાત નહીં કરીશ. અને ત્યારથી લઈને આજ સુધી સલમાન ખાને સરોજ ખાન સાથે કામ નથી કર્યુ.

૩) ખેસારી લાલ યાદવ :

ખેસારી લાલ યાદવ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા અને પ્રખ્યાત અભિનેતા અને ગાયક છે. આજથી થોડા સમય પહેલા ખેસારી લાલ યાદવની એક ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં એક ગીત હતું “એશ્વર્યા હો સલમાન કે દેહલુ ધોખા”. આ ગીત વિષે જાણકારી મળ્યા પછી સલમાન ખાને ખેસારી લાલ યાદવ પર માનહાનીનો કેશ કર્યો હતો, અને ખેસારી લાલ યાદવે થોડા દિવસો સુધી તિહાડ જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારથી સલમાન ખાન એમનું નામ સાંભળવાનું પણ પસંદ નથી કરતા.

૪) સંજય લીલા ભણશાલી :

સંજય લીલા ભણસાલીએ સલમાન ખાનને લઈને “ખામોશી – ધ મ્યુઝિકલ” અને “હમ દિલ દે ચુકે સનમ” જેવી ફિલ્મો બનાવી હતી. પણ પાછળથી સંજયે સલમાન ખાનની જગ્યાએ શાહરુખ ખાનને લઈને ફિલ્મ બનાવવાનું શરુ કરી દીધુ અને સલમાન સાથે શત્રુતા લઈ લીધી. હવે સલમાન ખાન સંજયને જોઈને જ ગુસ્સાથી લાલ થઈ જાય છે અને એમને જોવાનું પણ પસંદ નથી કરતા.

૫) અરિજીત સિંહ :

સલમાન ખાન અરિજીત સિંહને જોવા પણ નથી માંગતા. ખરેખર વાત એ સમયની હતી કે જયારે સલમાન ખાને એક અવોર્ડ શો દરમ્યાન અરિજીત સિંહને મજાકમાં પૂછય હતું કે શું તે ડાંસનો કાર્યક્રમ ચાલતો હતો એ દરમ્યાન ઊંઘી ગયા હતા? આ વાત પર અરિજીત સિંહે ગુસ્સામાં કહ્યું હતું કે તમે લોકોએ આટલી ખરાબ એંકરિંગ કરી હતી કે હું ઊંઘી ગયો. ત્યારે સલમાન ખાને અરિજીત સિંહને કંઈ કહ્યું નહીં પરંતુ પાછળથી સલમાન ખાને અરિજીત સિંહને પકડી લીધા હતા. જોકે ત્યાર બાદ અરિજીતે સલમાન ખાનની માફી પણ માંગી હતી, પરંતુ સલમાન ખાને એમને માફ કર્યા નહીં.