ટોયલેટના પાણીને 78 કરોડમાં વેચીને થયા માલામાલ, એમાંથી નીકળતા ગેસથી ચાલે છે 50 AC બસ

આ દુનિયામાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જેના વિષે સાંભળીને મગજ ચકરાઈ જાય છે. તમે ઘણી વાતો સાંભળી હશે, જેને સાંભળીને તમે નવાઈ પામ્યા હશો. પણ આજે અમે તમને એક એવી ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણીને તમે કદાચ જ પહેલી વારમાં વિશ્વાસ કરી શકો. જો અમે તમને કહીએ કે તમે ટોયલેટનું પાણી વેચીને કરોડપતિ બની શકો છો? તમે કહેશો કે મગજ ખરાબ તો નથી થઈ ગયું ને. કોઈ ટોઈલેટનું પાણી શું કામ ખરીદે? એનાથી શું ફાયદો થાય? પરંતુ આ સત્ય છે, એક વ્યક્તિ ટોયલેટના પાણીથી કરોડપતિ થયો છે.

ચલાવવામાં આવી રહી છે 50 AC બસો :

જાણકારી માટે જણાવી દઈએ કે વાર્તા જેવી લાગતી આ ઘટના બીજે ક્યાંયની નહીં પણ મહારાષ્ટ્રના નાગપુરની જ છે. અહીં એક સરકારી એજન્સીએ ટોઈલેટના પાણીને 78 કરોડ રૂપિયામાં વેચ્યું છે. હાં, તમે બરાબર વાંચ્યું 78 કરોડ રૂપિયામાં ટોયલેટનું પાણી વેચાયું. એના કરતા વધારે આશ્ચર્ય પમાડવા વાળી વાત એ છે કે આ પાણીથી નાગપુરમાં 50 AC બસ ચાલે છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે નાગપુરમાં વૈકલ્પિક ઈંધણને લઈને ઘણા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.

ગડકરીએ કહ્યું કે એમાંથી એક ટોયલેટના પાણીથી બાયો સીએનજી બનાવી એના વડે બસ ચલાવવાની યોજના છે. હાલમાં નાગપુરમાં 50 બસ ચાલી રહી છે, જેમાં ઈંધણના રૂપમાં ટોયલેટના પાણી માંથી બનતા ગેસનો ઉપયોગ થાય છે. પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરતી તેલ અને ગેસ કંપનીઓ સાથે એક કરાર કરવામાં આવ્યો છે. આ કરાર પછી ગંગા કિનારે વસેલા દેશના 26 શહેરોને લાભ મળશે.

મળશે 50 લાખ યુવાઓને રોજગાર :

નીતિન ગડકરીએ કહ્યું કે ટોયલેટના પાણી માંથી નીકળતી ગંદકી માંથી મીથેન ગેસ મળે છે, જેમાંથી બાયો સીએનજી તૈયાર કરવામાં આવશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ટોયલેટના પાણીમાં વધારે માત્રામાં મીથેન ગેસ મળી આવે છે. મીથેન ગેસ એક જવલનશીલ ગેસ હોય છે. તે મોટે ભાગે કીચડ વાળી અને ગંદી જગ્યાઓ પર મળી આવે છે. આવી જગ્યાઓ પરથી દરેક સમયે મિથેન ગેસ નીકળતી રહે છે. અહીં સુધી કે ગટરના પાણીમાં પણ મીથેન ગેસ હોય છે. ગડકરીએ કહ્યું કે ટોયલેટના પાણીથી બનતા ગેસની મદદથી ભારતના 26 શહેરોમાં સીટી બસ ચાલશે. એ કામ પછી લગભગ દેશના 50 લાખ યુવાઓને રોજગાર પણ મળશે.

એની સાથે જ ગંગાની સફાઈ પણ થશે. નીતિન ગડકરીએ જણાવ્યું કે ભારત દેશમાં કોલસાની અછત નથી. ભારતમાં કોલસાના ભંડાર પર્યાપ્ત માત્રામાં છે. એમાંથી મિથેન ગેસ બનાવી હાલમાં મુંબઈ, પુણે અને ગુવાહાટીમાં સીટી બસ ચલાવવાની તૈયારી થઈ રહી છે. તેમણે એક નવાઈ પમાડવા વાળી વાત પણ જણાવી. એમના અનુસાર 62 રૂપિયે લીટર મળવા વાળું ડીઝલ જે કામ કરે છે એટલું જ કામ મીથેન ગેસ 16 રૂપિયામાં કરી શકે છે. આ સમયે દેશમાં વૈકલ્પિક ફયુલને લઈને અલગ અલગ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.

સરકારના આવા સારા કાર્યને આપણે એક શેર કરી વધાવીશું. જય હિન્દ, ભારત માતાની જય.