આંખમાં કોઈ પણ પ્રકારનું સંક્ર્મણ(આંખો આવવી) થવા પર તરત અપનાવો આ અસરદાર ઘરેલુ ઉપાય

ગરમીની ઋતુ પોતાની સાથે ઘણી તકલીફોને પણ લાવે છે. આમાંથી ઘણી તકલીફો તો એવી હોય છે. જે ખુબ વધુ તકલીફ આપે છે. આંખોમાં ચેપ આમાંથી એક છે. ગરમીની ઋતુમાં વારંવાર લોકોને આંખનો ચેપ લાગી જાય છે. આંખ શરીરનો સૌથી નાજુક ભાગ છે. થોડી બેદરકારીના કારણે આંખનો નાનો ચેપ આખી આંખને ખરાબ કરી દે છે. આંખોમાં ચેપ લાગે તેને ક્ન્જ્કટીવાઈટીસ(આંખો આવવી) પણ કહે છે.

ઘરેલું ઉપાય હોય છે વધુ સુરક્ષિત :

ચેપ થાય ત્યારે આંખોમાં ખંજવાળ, બળતરા અને આંખો લાલ થઇ જાય છે. આ ચેપ લોકોમાં ઘણી જલ્દી ફેલાય છે. તેથી આનો સમય પર ઈલાજ થવો ખુબ જરૂરી હોય છે. આંખોના ચેપને મટાડવા માટે બજારમાં ઘણી આઈ ડ્રોપ પણ મળે છે. પણ આંખોનો ઈલાજ જો ઘરેલું પદ્ધતિથી કરવામાં આવે તો વધુ સુરક્ષિત છે. આજે અમે તમને આંખોના ચેપને મટાડવાના કેટલાક ઘરેલું ઉપાયો વિષે જણાવવાના છીએ.

આંખોના ચેપને દુર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય:

૧) મીઠું-પાણી :

મીઠાનું પાણી આંખોનું ગંદકી સાફ કરવા માટે સૌથી સારો ઉપાય છે. મીઠાનું પાણી બનાવવા માટે એક કપ સાદ પાણી લઈને તેમાં એક ચમચી મીઠું ભેળવીને ઉકાળી લો. પાણી જ્યારે સારી રીતે ઉકળી જાય તો તેને ઠંડુ થવા માટે ઉતારી લો. સારી રીતે ઠંડુ થઇ જાય પછી મીઠાના પાણીને આંખના ટીપાની જેમ આંખોમાં નાખો. આવું તમે દિવસમાં ત્રણથી ચાર વાર કરો.

૨) દૂધ અને મધ :

સૌથી પેહલા બરાબર માત્રામાં દૂધ અને મધ લઇ લો. હવે દુધને હળવું ગરમ કરો. દૂધમાં મધ ભેળવો. હવે આ મિશ્રણને ઠંડુ થવા માટે થોડા સમય માટે ફ્રીજમાં રાખી ડો.સારી રીતે ઠંડુ થઇ જાય પછી આ મિશ્રણના 2-3 ટીપા આંખમાં નાખો.

૩) એલોવેરા :

એલોવેરા વિષે જણાવવાની જરૂર નથી. આ ઠંડુ હોય છે અને આખા શરીર માટે ફાયદાકારક હોય છે. આના એન્ટીસેપ્ટિક ગુણ આંખોની બળતરાને દુર કરવામાં મદદ કરે છે. સૌથી પહેલા એલોવેરાના છોડ માંથી જેલ કાઢીને પાણીમાં સરખી રીતે ભેળવી દો. હવે આ મિશ્રણને ડ્રોપરની મદદથી 2-3 ટીપા આંખોમાં દિવસમાં 3-4વાર નાખો.

૪) બોરિક એસીડ :

બોરિક એસીડ પણ આંખો માટે ઘણો ફાયદાકારક છે. એક કપ પાણીમાં એક ચમચી બોરિક એસીડ ભેળવીને સારી રીતે ઉકાળો. થોડી વાર પાણીને ઠંડુ થવા માટે મૂકી દો. જ્યારે આ ઠંડુ થઇ જાય તો રૂ માં લગાવીને પોતાની આંખો પર રાખો અને 2-3 ટીપા પોતાની આંખોમાં પણ નાખો. થોડા સમય પછી આંખોને હુંફાળા પાણીથી ધોઈ સાફ કપડાથી લુછી લો. આનાથી ચેપ જલ્દી મટી જાય છે.