જો તમારા બાળકો પણ રમે છે મોબાઈલથી તો થઈ શકે છે એમને આ 4 મોટી સમસ્યાઓ, જાણો કેમ હાનિકારક છે?

બાળકોમાં મોબાઈલ ફોનની લતને લઈને ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. મનોરંજન ઉપલબ્ધ કરાવવાથી લઈને રસ્તો બતાવવા અને અન્ય બધા પ્રકારના કામમાં ઉપયોગમાં આવનાર મોબાઈલ ફોન આજે આપણા જીવનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તે દરેક વયના લોકો માટે એક જરૂરી ડિવાઈસ બની ગયો છે. ખિસામાં રહેતા આ મોબાઈલમાં જાણકારીનો ભંડાર ભરેલો હોય છે. પરંતુ એની સાથે સાથે તે આપણી માનસિક અને શારીરિક સ્થિતિને પણ ઘણી હદ સુધી પ્રભાવિત કરે છે. એ વાત જાહેર છે કે ઈન્ટરનેટ અને મોબાઈલમાં સૂચનાઓ અને જાણકારીઓનો મોટો સંગ્રહ છે. એ જ સૂચનાઓ અને જાણકારીઓ સાથે જોડાયેલા રહેવાની આપણી ઈચ્છાએ, આપણી માનસિક સ્થિતિને એ સ્તર સુધી પહોંચાડી દીધી છે. જ્યાં આ ભયને બિલકુલ હલકામાં લઈ શકાય નહીં. આધુનિકતાએ આપણને ચારેય તરફથી ઘેરી લીધા છે અને તે ભયંકર સાબિત થઈ રહ્યું છે. એની અસર શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસના સ્તર પર પણ થઈ રહી છે.

સ્માર્ટ ફોનના આવવાથી આજકાલ બાળકો મોટા પ્રમાણમાં એનો શિકાર બની રહ્યા છે. નવી ટેકનીકે જીવન ભલે સરળ કરી દીધું છે, પરંતુ તે બાળકો માટે જોખમરૂપ પણ બની રહ્યા છે. બાળકોના બૌદ્ધિક કૌશલ્ય, સામાજિક ચેતના અને રચનાત્મકતા વગેરે મોબાઈલ ફોનની લતને કારણે પ્રભાવિત થઈ રહી છે. જો તમારું બાળક પણ મોબાઈલ ફોનમાં વધારે સમય પસાર કરે છે? તો તે તમારા બાળક માટે ભયની ઘંટડી હોય શકે છે. તો આવો જાણીએ કે મોબાઈલ ફોનની લતથી બાળકોમાં કયા-કયા ખરાબ લક્ષણ જોવા મળે છે અને એને સુધારવાના ઉપાય કયા કયા છે.

બૌદ્ધિક ચેતના પર અસર :

મોબાઈલ ફોનના વધારે ઉપયોગથી બાળકો પોતાની બુદ્ધિનો ઓછો ઉપયોગ કરે છે, એમની નિર્ભરતા સ્માર્ટ ફોન પર વધી જાય છે. અને સ્માર્ટ ફોન એમના વિચાર પ્રમાણે એમને બધી જાણકારી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જો તમારું બાળક પણ સ્માર્ટફોન અથવા ટેબ્લેટમાં વધારે સમય પસાર કરે છે તો એને એવું કરવાથી રોકો, કારણ કે તે એમના માનસિક વિકાસ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘરમાં બાળકો રોજ 4-5 કલાક મોબાઈલમાં ગેમ રમે અથવા અન્ય કોઈ ગતિવિધિઓમાં વ્યસ્ત રહે છે તો એમને ઘરના કામ સોંપો. જેથી એમને જવાબદારીનો અનુભવ થશે અને તે પોતાની બુદ્ધિથી કાર્ય કરશે. અને એમનું બૌદ્ધિક સ્તર સુધરશે.

તમે પણ આ મુદ્દા સાથે સહમત હો તો વધુમાં વધુ લોકો સુધી આ લેખને પહોચાડવા શેર કરો.

સામાજીકતામાં કમી :

બાળકો આજકાલ એકલા જ મોબાઈલ ફોન પર વધારે સમય પસાર કરવાનું પસંદ કરે છે. એ જ કારણે તે બહારના વ્યક્તિઓ કે ઘર પરિવારના વડીલ તેમજ વૃધ્ધોને ઓછા મળે છે. પરિણામ એ આવે છે કે તે સમાજની થોડી મૂળ વાતોને પણ જાણવાથી રહી જાય છે. એક સારો નાગરિક બનવા માટે બાળકોનો સામાજીક મેળ-મિલાપ હોવો ઘણો આવશ્યક છે. આ વાત તો નિશ્ચિત રૂપથી કહી શકાય છે કે મોબાઈલ ફોને એમને એકલતાનો ભાવ આપ્યો છે. જો તમારા બાળકો પણ કોઈને મળવાનું પસંદ નથી કરતા તો એમને મોબાઈલથી દૂર રાખો અને પોતાનું જોડાણ એમની સાથે વધારો અને સમાજ વિષે એમને જણાવો. રોજ તમે એમની સાથે કોઈ પણ રોચક રમત રમો, જેથી તે મોબાઈલથી દૂર રહે.

માનસિક વિકાસ પ્રભાવિત થાય :

મોટેભાગે જોવા મળ્યું છે કે નાના બાળકોના માતા-પિતા ગર્વ અનુભવ કરે છે કે એમના બાળકો પોતાની જાતે મોબાઈલમાં યુ-ટ્યુબ કે કેમેરો શરુ કરતા થઈ ગયા. પરંતુ વાસ્તવિક રૂપમાં તે ગર્વની વાત નથી. પણ એને એક સમસ્યાના રૂપમાં જોઈ શકાય છે. વધારે સમય સુધી મોબાઈલ વાપરવો તમારા બાળકના માનસિક વિકાસને રોકી શકે છે. બાળકો મોબાઈલમાં ખોટી વાસ્તુના શિકાર બની જશે તો એ ખતરનાક સ્થિતિ બની શકે છે.

રચનાત્મકતા અને કૌશલ્ય ઓછું થવું:

બ્રિટનના થોડા વિશેષજ્ઞોએ જણાવ્યું કે 10 વર્ષની નીચેની ઉંમરના બાળકો પર મોબાઈલ ફોન અને ટચસ્ક્રીનની ખરાબ અસર પડી રહી છે. જેના કારણે સ્કૂલ જવા વાળા બાળકોને પેન અને પેન્સિલ પકડવામાં સમસ્યા થઈ રહી છે. શોધમાં જાણવા મળ્યું છે કે બાળકો પેન, પેપર વગેરે પકડવા માટે પરેશાન થઈ રહ્યા છે. તેમજ એમને ચિત્ર બનાવવા અને અન્ય રચનાત્મક કૌશલ્યમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્માર્ટફોનના વધારે ઉપયોગથી બાળકોનું ખાવા-પીવાનું અને ઊંઘ પણ પ્રભાવિત થઈ રહી છે.

તમે પણ આ મુદ્દા સાથે સહમત હો તો વધુમાં વધુ લોકો સુધી આ લેખને પહોચાડવા શેર કરો.