ક્યાંક શુભ તો કયાંક અશુભ માનવામાં આવે છે બિલાડી, જાણો એની સાથે જોડાયેલી થોડી અનોખી વાતો

એવું માનવામાં આવે છે કે ભારતમાં અંધવિશ્વાસ ઘણો વધારે છે અને અહીં પર વધારે મંત્ર-તંત્રની વિદ્યા સીખવાડવામાં આવે છે, પરંતુ એવું નથી. શુભ અને અશુભ સંકેત તો કોઈને પણ અને ક્યાંય પણ મળી શકે છે. એવી માન્યતાઓ દુનિયાના ઘણાં મોટા દેશોમાં જોવા મળે છે. એ વાત તો તમે સાંભળી જ હશે કે જો બિલાડી રસ્તો ઓળંગી(રસ્તો કાપી જાય) જાય તો એ યાત્રા અશુભ થઈ જાય છે.

પરંતુ ઘણી જગ્યાએ બિલાડીને અશુભ માનવામાં આવે છે. જો બિલાડી ક્યારેક તમારો રસ્તો ઓળંગી જાય તો પછી તમે શું કરો છો, જો તમારી અંદર બિલાડીને લઈને કોઈ અંધવિશ્વાસ હશે તો તમે પોતાના જરૂરી કામને કરવા પણ નહીં જઈ શકો. પણ ઘણી જગ્યાઓ પર લોકો બિલાડીના આવવાની રાહ જુએ છે અને એને એક સારો સંકેત માને છે. કયાંક શુભ તો ક્યાંક અશુભ માનવામાં આવે છે બિલાડી, જેના વિષે આજે અમે તમને થોડી મહત્વપૂર્ણ જાણકારી આપવાના છીએ.

કયાંક શુભ તો ક્યાંક અશુભ માનવામાં આવે છે બિલાડી :

ભારત, અમેરિકા અને રોમાનિયા જેવા મોટા દેશોમાં બિલાડીનો રસ્તો ઓળંગવો અશુભ માનવામાં આવે છે, જયારે બીજા દેશો જેવા કે બ્રિટન અને જાપાનમાં કાળી બિલાડીનો રસ્તો ઓળંગવો શુભ માનવામાં આવે છે. એવી જ ઘણી માન્યતાઓ છે જે દરેક દેશની પોતાની અલગ-અલગ છે.

1. જર્મની :

જર્મનીમાં બિલાડીનો રસ્તો ઓળંગવા માટે ઘણી બધી પ્રથાઓ માનવામાં આવે છે. ત્યાં એવું માનવામાં આવે છે કે જયારે કાળી બિલાડી જમણેથી ડાબે જાય છે તો તે દુર્ભાગ્ય લાવે છે, પરંતુ જો તે ડાબેથી જમણે જાય છે તો તે સૌભાગ્ય લઈને આવે છે.

2. ઈટલી :

ઈટલી દેશમાં એવી માન્યતા છે કે જો બિલાડી કોઈ બીમાર વ્યક્તિની પથારી પર બેસી જાય છે તો એ વ્યક્તિનું ઘણું જલ્દી મૃત્યુ થઈ જાય છે. એવું ત્યાંના લોકો સાથે થઈ ચૂક્યું છે. જેથી એમનો વિશ્વાસ દૃઢ થઈ ગયો છે.

3. ચીન :

ચીનમાં બિલાડીના કોઈ જગ્યાએ વધારે ફરવા પર માનવામાં આવે છે કે કયાંક પાક સારો તો કયાંક ખરાબ થવાનો છે. ચીનમાં કાલી બિલાડી દુકાળ અને ગરીબી આવવાનું પ્રતીક માનવામાં આવે છે અને યુરોપીય દેશોમાં જો ખેડૂતના ખેતરમાં ખાડામાં બિલાડીના બચ્ચાં રમતા જોવા મળે તો એમને લાગે છે કે પાક સારો થવાનો છે.

4. સ્કોટલેંડ :

સ્કોટલેંડમાં જો કોઈ ઘરની ઓસરી(વરંડો) માં કોઈ બિલાડી બેસેલી જોવા મળે તો એનો અર્થ એ થાય છે કે એ ઘરવાળાને ધન અથવા કોઈ અણધારેલી સંપત્તિ મળવાની છે.

5. આયરલેંડ :

આયરલેંડમાં ચાંદની રાતના સમયે જયારે બિલાડી રસ્તો ઓળંગી લે છે તો એવામાં લોકોને પોતાની મૃત્યુનો ભય થઈ જાય છે. આયરલેંડમાં એવી માન્યતા છે કે જો ચાંદની રાતમાં બિલાડી તમારો રસ્તો ઓળંગી જાય તો વ્યક્તિને કોઈ ભયાનક સંક્રામક બીમારી થવાની છે કે કોઈ ઘણું ખરાબ થવાનું છે.

6. ભારત :

ભારતમાં બિલાડીઓને પાળવી પણ અશુભ હોય છે અને જો કોઈ શુભ કામ કરવા માટે જઈ રહ્યા હોય અને બિલાડી રસ્તો ઓળંગી જાય તો ઘણા લોકો પોતાનો કાર્યક્રમ સ્થગિત પણ કરી દે છે. આપણા દેશમાં ભલે બિલાડીઓ સાથે જોડાયેલી મોટાભાગની માન્યતાઓ અશુભ સંકેતનો ઈશારો કરતી હોય, પરંતુ અહીં ઘણા બધા એવા લોકો પણ છે જેમણે કાળી બિલાડીને પોતાનું પાલતુ પ્રાણી બનાવી હોય છે અને એવું કરવામાં પોતાને ભાગ્યશાળી માને છે.