ડાયબિટીજ, હાર્ટ, કેન્સર અને વજન ઓછું કરવામાં મદદ કરે છે ટામેટું અનેક રોગોનો ઈલાજ છે દેશી ટામેટું.

ટામેટામાં સફરજન અને નારંગી બંને ગુણ જોવા મળે છે. તમે ચાહો આને શાકભાજીમાં નાખો, સલાડના રૂપમાં ખાઓ કે કોઈ અન્ય રીતે સેવન કરો. આમ ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફાસ્ફોરસ અને વિટામિન સી જોવા મળે છે. આમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઘણી ઓછી હોય છે. આનાથી ઘણા રોગોનું ઈલાજ થાય. ટમેટા એટલા પોષ્ટીક હોય છે કે સવારે નાસ્તામાં ફક્ત બે ટામેટા સંપૂર્ણ ભોજન બરોબર હોય છે.

કેન્સર રોધી છે ટામેટા :

ટામેટા પ્રાકૃતિક રીતે કેન્સરથી લડવાનું કામ કરે છે. આનું નિયમિત સેવન તમામ પ્રકારના કેન્સરથી બચાવમાં મદદ કરે છે. જેમ કે ગર્ભાશયનું કેન્સર, મોંનું કેન્સર, ખાવાની નળી, ગલુરૂ પેટ, કોલન, રેકટર, પ્રોસ્ટેટ, ઓવેરિયન વગેરે કેન્સર. ટમેટામાં જોવા મળતું લાઈકોપીન તત્વ કેન્સર વિરોધી ગન યુક્ત હોય છે. ટામેટામાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ તે ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદગાર હોય છે. જે આપણી કોશિકાઓને નષ્ટ કરે છે.

હાડકાની મજબૂતી :

ટમેટાના સેવનથી હાડકાઓ મજબૂત બને છે. આમાં જોવા મળતા વિટામિન કે અને કેલ્શિયમ હાડકાને મજબૂત અને રિપેયર કરવાનું બંને કામ કરે છે. આમ રહેલ લાઈકોપીનથી અસ્થિઓનો ધનત્વ વધે છે.

બ્લડ શુગર નિયત્રંણમાં ઉપયોગી :

ટામેટામાં જોવા મળતા ક્રોમિયમ બ્લડ શુગર ને નિયત્રિત અને નિયમિત રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસ અને હાર્ટના રોગો માં પણ ટમેટા ખુબ ઉપયોગી છે. સવારે ઉઠીને કોગળા કર્યા વગર એક પાકેલું ટમેટું ખાવું સ્વાસ્થ્યના દ્રષ્ટિથી ખુબ સારું છે.

આંખની રોશની વધારે છે :

આમાં જોવા મળતા વિટામિન એ નેત્રો ની જ્યોતિ વધારવા સિવાય રતોધી રોગની રોકથામ કરે છે. એક રિસર્ચ અનુસાર ટમેટાના ઉપયોગ થી આંખોમાં થવા વાળા ગંભીત રોગ મેક્યૂલર ડિજનરેશન ની રિસ્ક ખુબ ઓછો હોય છે.

દમ રોગ માં:

શ્વાસ રોગીયો ને નિયમિત રૂપથી ટામેટું ખાવું જોઈએ. આનાથી શ્વાસ નળી ની સુજન અને સંક્ર્મણ ઓછું થઇ જાય છે. પ્રાકૃતિક ચિકિત્સકોનો મત છે કે ટમેટા ખાવાથી ફેફસાંનો અતિ સંકુચન દૂર થાય છે અને ખાંસી અને બલગમ થી રાહત મળી જાય છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ :

જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેમના માટે ટમેટા ખુબ ફાયદાકારક છે ટમેટામાં ખુબ ઓછી કેલોરી હોય છે.

કરચલીઓ ઓછી કરે :

ટમેટાના પલ્પમાં લીંબુનો રસ મિક્ષ કરીને ચહેરા પર લાગવાથી ચહેતાની ચમક વધે છે અને કરચલીઓ દૂર થઇ જાય છે. ટમેટા અને મધના મિશ્રણ વાળા ફેસ એક પણ ખુબ ઉપયોગી છે.

એક વાતની સાવધાની રાખો કે ટમેટા દેશી હોવા જોઈએ હાઈબ્રીડ નહિ.

નોંધ :- કિડનીના દર્દીએ ટામેટાં ખાવા નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.