ગંભીર રોગોની અસરદાર દવા છે લસણ, આ રોગોને મૂળથી ખત્મ કરી નાખે છે લસણ.

લસણનો ઉપયોગ દરેક ઘરોના રસોડામાં મસાલાના રૂપમાં કરવામાં આવે છે, લસણમાં ઘણા મહત્વપૂર્ણ એલીકીન રહેલા હોય છે જે શરીરને ઘણા પ્રકારના લાભ પહોંચાડે છે. પુરુષોમાં યૌન ક્ષમતા વધારવા, કફ, શરદી, લો બ્લડ પ્રેશરમાં લસણ ઘણું ફાયદાકારક હોય છે. લસણના ફાયદા એટલા છે કે તેનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે. આ કારણે લસણને ઔષધિના રૂપમાં પણ જાણવામાં આવે છે. લસણથી આપણને અગણિત ફાયદા અને ગુણ પ્રાપ્ત થાય છે. જો ખાલી પેટ લસણ ખાવામાં આવે તો એનાથી વધારે ફાયદા થાય છે. ભોજન બનાવવાથી લઈને દવા બનાવવા સુધી લસણનો ઉપયોગ થાય છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી લસણથી કયા-કયા રોગનો ઈલાજ ઘરે જ કરી શકાય છે એના વિષે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ લસણથી મળતા ફાયદા વિષે.

૧. કેન્સર સામે લડવા માટે સહાયરૂપ :

જો લસણનું સેવન કરવામાં આવે તો એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કેન્સર જેવા ગંભીર રોગોથી લડવામાં શરીરની સહાયતા કરે છે. ડોક્ટર સ્વાદુપિંડ કોલેસ્ટ્રોલ, બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરમાં લસણને કાચું ખાવાની સલાહ આપે છે.

૨. બ્લડ ક્લોટિંગથી કરે છે બચાવ :

જો તમે લસણનું સેવન કરો છો તો તમને વધારે ફાયદા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિઓનું લોહી જાડું થઈ ગયું હોય અને તે લસણનું સેવન કરે તો તે બ્લડ ક્લોટિંગને રોકે છે અને લોહીને પાતળું કરવામાં સહાયતા કરે છે. લોહીનો પ્રવાહ પણ સારી રીતે થાય છે.

૩. અપચો

જે વ્યક્તિ અપચાની સમસ્યાથી પરેશાન છે તેમણે એક કળી લસણ, 2 દાણા કાળું મરચું અને બે ચપટી જીરું ભેળવી એની ચટણી તૈયાર કરો અને એનું ધીરે-ધીરે સેવન કરો. જો તમે આવું કરો છો તો એનાથી અપચાની સમસ્યા દૂર થાય છે.

૪. પેટનો દુઃખાવો :

જે વ્યક્તિઓને પેટમાં દુઃખાવાની સમસ્યા છે તો લસણ, 2 ચપટી સૂંઠ, અડધી ચપટી કાળું મીઠું એન 2 દાણા હિંગ આ બધાને મિક્સ કરીને સેવન કરો જો તમે એવું કરો છો તો તમારો પેટનો દુઃખાવો દૂર થઈ જાય છે.

૫. ઠંડીથી છુટકારો મેળવવા માટે નેચરલ એન્ટિબાયોટિક છે :

ઠંડીના દિવસોમાં ગાજર, આદુ અને લસણનું જ્યૂસ બનાવી પીવાથી શરીરને એન્ટિબાયોટિક્સ પ્રાપ્ત થાય છે જેના કારણે વ્યક્તિને ઘણી ઓછી ઠંડી લાગે છે.

૬. દાંતના દુઃખાવામાં અપાવે રાહત :

જે વ્યક્તિના દાંતમાં દુઃખાવો છે તેમના માટે લસણનો ઉપયોગ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. લસણમાં રહેલા એનાલ્જેસિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે તે દાંતનો દુઃખાવો દૂર કરવામાં સહાયતા કરે છે. જે વ્યક્તિઓને દાંતનો દુઃખાવો છે તેમણે દુઃખાવો થવા પર દાંત અને આસપાસના ગમ્સ(મસૂડા) પર લસણના તેલથી માલિશ કરો. લસણનું તેલ બજારમાં સરળતાથી મળી જાય છે જો તમારી પાસે લસણનું તેલ નથી તો લસણ પીસીને એની પેસ્ટ બનાવીને પણ દાંત પર લગાવી શકો છો.