આ છે પેટના કેન્સરના શરૂઆતના લક્ષણ, ભૂલથી પણ તેને ન કરો ધ્યાન બહાર.

તેમાં કોઈ શંકા નથી કે જયારે પણ કોઈ વ્યક્તિ કેન્સરનું નામ સાંભળે છે, તો તેના રૂવાંડા ઉભા થઇ જાય છે. કેન્સર છે જ એવી બીમારી કે તેનું નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય છે. આમ તો આ એક એવી બીમારી છે જે શરીરના કોઈપણ અંગમાં થઇ શકે છે. જેમ કે લંગ કેન્સર કે પેટનું કેન્સર વગેરે ઘણા અંગોમાં કેન્સર થઇ શકે છે.

આવે આમ તો કોઈપણ પ્રકારનું કેન્સર થવું શરીર માટે ઘણું નુકશાનકારક હોય છે. પરંતુ આજે અમે પેટના કેન્સર વિષે વાત કરવાના છીએ. આજના સમયમાં લોકોની દિનચર્યા કંઈક એવા પ્રકારની થઇ ગઈ છે, કે તેને નાની એવી ઉંમરમાં જ ઘણા પ્રકારની બીમારીઓ ઘેરી લે છે.

તેવામાં માણસને કેન્સર થવા પાછળ તેની લાઈફસ્ટાઇલનો પણ ઘણો મોટો ફાળો હોય છે. પેટમાં કેન્સર થવાની શરૂઆતના લક્ષણોને સરળતાથી ઓળખી શકાય છે. એક અધ્યયન મુજબ જો કોઈ વ્યક્તિને છાતીમાં ત્રણ અઠવાડિયાથી વધુ બળતરા રહે કે તેને ભોજન ગળવામાં તકલીફ થાય તો તેવામાં તમારે ડોક્ટરને જરૂર દેખાડવું જોઈએ. મોટાભાગના લોકો પેટના શરૂઆતના લક્ષણો વિષે નથી જાણતા.

જેના કારણે તેમણે પેટનું કેન્સર વધી જાય છે. પેટના કેન્સરના લક્ષણોને જેટલા જલ્દી ઓળખી શકાય, તેનો ઈલાજ કરવો એટલો જ સરળ થઇ જાય છે.

ક્યારે ક્યારે પેટની શરૂઆતના લક્ષણ ઓળખવા ઘણા જ સરળ છે. જેને ત્રણ અઠવાડિયાથી વધુ પેટમાં અપચો રહે, ખાવાનું ગળવામાં તકલીફ થાય, કારણ વગર વજન ઓછું થવું, વધુ ઓડકાર આવવા કે ખાવાનું ખાતી વખતે પેટ જલ્દી ભરાઈ જવું, ઉલટી આવવી કે પેટના ઉપરના ભાગમાં દુ:ખાવો અને અસુવિધાનો અનુભવ થવો વગેરે પેટના કેન્સરના લક્ષણ હોય છે.

તે ઉપરાંત એક શોધ મુજબ એ જાણવા મળ્યું છે, કે લોકો પેટના કેન્સરના શરૂઆતના લક્ષણ ઉપર ખરેખર ધ્યાન કેમ નથી આપતા. ઘણા લોકો કેન્સરની પુષ્ટિ કરવા થી જ ડરે છે, જેના કારણે તે એના લક્ષણો ઉપર ધ્યાન નથી આપતા.

તે ઉપરાંત ઘણા લોકો એવા હોય છે, જે પોતાના આરોગ્ય સંબંધી મુશ્કેલી ઉપર વાત જ નથી કરવા માંગતા. અને ઘણા લોકોનું માનવું છે, કે વધતી ઉંમરને કારણે એવી સમસ્યા હોવી સ્વભાવિક છે. તેવામાં આપણે આશા રાખીએ કે આ જાણકારી વાંચ્યા પછી લોકો પેટના કેન્સરને લઈને બેદરકારી નહિ રાખે અને પોતાનો ઈલાજ યોગ્ય રીતે જ કરાવશે.

આમ તો પેટનું કેન્સર ઘણું ખતરનાક હોય છે. તેવામાં એ જરૂરી છે કે આ કેન્સરથી બચવા માટે લોકોએ સાવચેતી જરૂર રાખવી જોઈએ, અને તેના શરૂઆતના લક્ષણોને ગંભીરતાથી લેવા જોઈએ. હવે અમે તો એવી આશા રાખીએ છીએ કે ક્યારેય કોઈ ને આવી કોઈ બીમારી ન થાય જેના કારણે તેમની જીવ જતો રહે.

અમે તો એવી પ્રાર્થના કરીએ છીએ કે તમે હંમેશા સ્વસ્થ રહો અને પેટના કેન્સરને ધ્યાન બહાર ન કરો, કેમ કે તેનાથી તમને જ નુકશાન થશે.