શરીરમાં યુરિક એસિડ વધવાથી થાય છે આ 5 ગંભીર બીમારીઓ, નંબર 3 થી તો થઇ શકે છે મૃત્યુ

આજકાલના મોર્ડન જીવનધોરણથી પ્રભાવિત લોકોમાં યુરીયા એસીડના વધવાની સમસ્યા વધુ પ્રમાણમાં થઇ રહી છે. આજકાલના જીવનધોરણમાં યુરિક એસીડના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જો લોહીમાં યુરિક એસીડનું પ્રમાણ વધી જાય છે, તો આંખોમાં દુ:ખાવો, ગોઠણ, પગ, આંગળીઓ વગેરેમાં દુ:ખાવો ઝડપથી થવા લાગશે.

શરીરમાં યુરિક એસીડના લેવલના વધવાને કારણે તેનાથી તમને ઘણા પ્રકારની ગંભીર બીમારીઓનો ભય બની શકે છે. તેના લક્ષણો જાણીને વહેલા માં વહેલી તકે ઈલાજ કરાવી લો. નહિ તો તે નુકશાનકારક હોઈ શકે છે. તો આવો જાણીએ કે શરીરમાં યુરિક એસીડ વધવાના કારણ ક્યા-ક્યા છે. અને તેનાથી કઈ-કઈ બીમારીઓ થઇ શકે છે.

યુરિક એસીડ વધવાના કારણ : શરીરમાં યુરિક એસીડ વધવાના ઘણા કારણો હોઈ શકે છે.

૧. ખાંડ : જો તમે વધુ પ્રમાણમાં ગળ્યું સેવન કરો છો, તો તે તમારા લોહીમાં યુરિક એસીડને જલ્દી વધારવાનું કામ કરે છે. વધુ પ્રમાણમાં ખાંડનું સેવન લોહીમાં યુરિક એસીડના પ્રમાણને વધારી દે છે.

૨. સીરમ યુરિક એસીડ : જો તમારી કીડની માંથી સીરમ યુરિક એસીડનું નીકળવાનું બંધ થઇ જાય છે, તો તેનાથી તમારા શરીરમાં યુરિક એસીડનું પ્રમાણ વધવા લાગે છે.

૩. વજન ઓછું કરવાનો પ્રયાસ : આજકાલ ઘણા લોકો મોટાપાથી ઘણા દુ:ખી રહે છે. મોટાપાને દુર કરવા માટે જો તમે પણ ઉપવાસ રાખવા કે ઓછું ખાવા જેવા ઉપાય અપનાવો છો, તો અમે તમને જણાવી આપીએ કે એવા ઉપાયોથી શરીરમાં યુરિક એસીડ ઘણું જ આશ્ચર્યજનક રીતે વધી શકે છે.

૪. આયરનનો વધારો : જો શરીરમાં આયરનનું પ્રમાણ વધી જાય છે, તો તેના કારણે પણ શરીરમાં યુરિક એસીડનું પ્રમાણ વધવા લાગે છે.

૫. શરીરમાં દુ:ખાવો થવો : જો તમારા શરીરમાં યુરિક એસીડનું પ્રમાણ વધી જાય છે, તો તેનાથી તમારા શરીરમાં તીવ્ર દુ:ખાવો થાય છે. જયારે તમે સુઈને ઉઠો છો તો તમારા શરીરમાં દુ:ખાવો અને ખેંચ જેવો અનુભવ થવા લાગે છે. આમ તો ઘણા લોકો તેને સામાન્ય દુ:ખાવો જ સમજી બેસે છે. પરંતુ આ પ્રકારનો દુ:ખાવો ખતરનાક હોઈ શકે છે.

શરીરમાં યુરિક એસીડ વધવાના લક્ષણ :

પગ અને સાંધામાં દુ:ખાવો થવો, સુતા સમયે પગ જકડાવા અને વધુ પ્રમાણમાં દુ:ખાવો, સતત બેઠા પછી ઉઠવાથી એડીઓમાં દુ:ખાવાની સમસ્યા, શુગર લેવલનું વધવું અને એડીઓમાં દુ:ખાવા જેવી સમસ્યા જો તમને છે, તો તમારા શરીરમાં યુરિક એસીડ વધવાના લક્ષણો પણ હોઈ શકે છે.

યુરિક એસીડના વધવાથી થતી બીમારીઓ :

શરીરમાં યુરિક એસીડ વધવાથી ગઠીયા અને કીડની સંબંધી ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આજે અમે જણાવીશું કે યુરિક એસીડ વધી જવાથી કઈ-કઈ બીમારીઓનો ભય રહે છે.

૧. ગઠીયા : શરીરમાં જો યુરિક એસીડ વધી જાય તો તેનાથી શરીરના નાના-નાના ક્રિસ્ટલ હાથ અને પગમાં જમા થઇ જાય છે. તેનાથી ગઠીયા રોગ થવાનો ભય પણ રહે છે. જો તમારા હાથ અને પગ જકડાઈ જાય છે તો તેને ધ્યાન બહાર ન કરો.

૨. કીડની સ્ટોન : યુરિક એસીડના નાના નાના ક્રિસ્ટલ મુત્રનળીમાં પણ જમા થઇ જાય છે. તેનાથી મૂત્રમાં લોહી આવવા અને તે ઉપરાંત પીઠમાં તીવ્ર દુ:ખાવાની સમસ્યા થઇ શકે છે.

૩. હ્રદયના રોગ : યુરિક લેવલના વધવાથી હ્રદય સાથે સંબંધિત બીમારીઓનો ભય પણ વધી જાય છે. ગંભીર કેસમાં યુરિક એસીડના વધવાથી હાર્ટએટેક પણ આવી જાય છે.

૪. ડાયાબીટીસ : યુરિક એસીડ વધી જવાથી શરીરમાં ઇન્સ્યુલીનનું યોગ્ય સંતુલન બગડી જાય છે. અને ઈંસુલીનની ખામી કે તેના સંતુલન બગડવાથી ડાયાબીટીસ જેવા ગંભીર રોગોનો ભય હોઈ શકે છે.

૫. બીપી વધવું : બીપીનું વધવું કે હાઈપરટેન્શનનું એક કારણ શરીરમાં યુરિક એસીડનું વધવું પણ છે.