બેંકો કરતા વધારે સુરક્ષિત છે પોસ્ટ ઓફિસમાં પૈસા રાખવા, જાણો બંનેમાં શું અંતર છે?

હંમેશા જોવા મળ્યું છે કે મોટાભાગના લોકો પોતાના પૈસાને રાખવા માટેની સૌથી સુરક્ષિત જગ્યા બેંકને સમજે છે. જેનાથી એમના પૈસા પણ સુરક્ષિત રહે અને સમય થતા ગેરંટી સાથે પાછા પણ મળે. બેંકોમાં પૈસા એફડી, આરડી, સેવિંગ્સ કે કરંટ એકાઉંટમાં હોઈ શકે છે.

પરંતુ થોડા થોડા દિવસે સમાચાર આવે છે કે બેંકોમાં ચોરી કે લૂંટ કે ફ્રોડ થાય છે. એ પછી બેંકમાં તમારા પૈસા સુરક્ષિત નથી રહેતા. શું તમને ખબર છે? કે એવી કોઈ ઘટના પછી બેંકમાં 1 લાખ સુધી જમા રકમ પર જ સુરક્ષાની ગેરંટી મળે છે.

RBI ના નિયમો અનુસાર એક વ્યક્તિના એક બેંકમાં એક લાખ રૂપિયા જ સુરક્ષિત માનવામાં આવશે. એનાથી વધારે રકમ સુરક્ષા ગેરંટીમાં નથી આવતી.

પરંતુ એક નવો વિકલ્પ એવો છે. જે તમારા પૈસા પર 100% ગેરંટી આપે છે. એ પણ કોઈ બીજું નહીં, પણ સરકાર પોતે આની ગેરંટી આપે છે. તે જગ્યા પોસ્ટ ઓફિસ છે, જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ સ્કીમ સંપૂર્ણ રીતે સરકારની સ્કીમ છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે આની પર બજારનો પ્રભાવ નથી પડતો, પણ તમારા પૈસા પર સરકાર દ્વારા લગાવેલો વ્યાજદર લાગુ પડશે.

આ સંપૂર્ણ રીતે સરકારી સ્કીમ છે અને એનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે આ સ્કીમ કઈ છે અને કેમ તમારા પૈસા બેન્ક કરતા પોસ્ટ ઓફિસમાં વધારે સુરક્ષિત છે.

જો બેંક ડિફોલ્ટર થઈ જાય તો :

જો બેંક ડિફોલ્ટર થઈ જાય તો એ બેંકના દરેક એકાઉન્ટ હોલ્ડર્સને એક લાખ રૂપિયા સુધી જમા રકમ પર ગેરંટી મળે છે. એટલે કે બેંકમાં તમારા એક લાખ રૂપિયાથી વધારે જમા છે. તો એક લાખ કરતા વધારે રકમની કોઈ સુરક્ષા ગેરંટી નથી. અને આ નિયમ બેંકોની દરેક બ્રાન્ચ માટે લાગુ પડે છે.

પોસ્ટ ઓફિસ જો પૈસા પાછા આપવામાં ફેલ થાય તો :

પોસ્ટ ઓફિસ જો કોઈ પણ સંજોગોમાં પોતાના રોકાણકારોને પૈસા આપવામાં નિષ્ફળ જાય તો એના માટે સરકાર પોતે આગળ આવીને તમારા પૈસાની ગેરંટી લેશે. એનો અર્થ એ છે કે તમારા પૈસા ફસાવાનો કોઈ ચાંસ નથી.

બેંકમાં જમા થયેલા પૈસાનો આ કામોમાં થાય છે ઉપયોગ :

બેંકમાં જમા પૈસા બેંક પોતાના ઓપરેશન માટે કામમાં લે છે. એટલે કે આ પૈસાની સામાન્ય માણસ તથા કોર્પોરેટ કંપનીઓને લોન આપે છે. એવામાં જયારે લોકો લોન લઈને ડિફોલ્ટર કરી જાય છે. તો તમારા પૈસાની કોઈ ગેરંટી નથી રહેતી, કારણ કે બેંકોનો કારોબાર ખોટમાં જતો રહે છે. હાલમાં જ થયેલ નીરવ મોદી દ્વારા 12,700 કરોડનો સામે આવ્યો હતો. એનાથી આખી બેંકિંગ સિસ્ટમ હલી ગઈ હતી.

પોસ્ટ ઓફિસમાં જમા પૈસાનો આ કામમાં થશે ઉપયોગ :

પોસ્ટ ઓફ્સમાં જો તમારા પૈસા જમા છે તો એમની જવાબદારી સરકારની હોય છે. કારણ કે પોસ્ટલ બેંકમાં જમા પૈસાને સરકાર મોટે ભાગે પોતાના કામમાં લગાવે છે. માટે આ પૈસાની જવાદારી સરકાર દ્વારા લેવામાં આવે છે.

આ કડીમાં હાલમાં શરુ કરાયેલ ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત થશે. કારણ કે આ ભારતીય ડાક અંતર્ગત આવનાર એક ખાસ બેંક છે. આ 100% સરકારી છે માટે એ તમારા પૈસાને સંપૂર્ણ સુરક્ષિત રાખવાની જવાબદારી લે છે.

પણ હવે સવાલ એ છે જે રીતે ઈડિયન પોસ્ટ પોતાના કામને લઈને બદનામ છે તો એના કામમાં કેટલો સુધારો આવે છે. આ માહિતી વધુમાં વધુ શેર કરો અને પોસ્ટમાં તમને થયેલ સારો કે ખરાબ જે અનુભવ થયો હોય એ કોમેન્ટ માં લખો. અને સરકારના આ પ્રયાસથી તમે કેટલા સંતુષ્ઠ છે એ પણ જણાવશો.