જો પૂરો દેશ જાણી જશે કે આ કયા રોગની દવા છે તો બસ આ સમજી લેજો કે બિચારા ફૂલ દુર્લભ ફૂલ ની શ્રેણીમાં આવી જશે.

કુદરતે ઘણા ઝાડ, છોડ ને ઔષધીય ગુણોથી ભરપૂર રાખ્યું છે. તેમાંથી એક કાંચનારનું ઝાડ પણ છે કે મોટાભાગે કંડી શ્રેત્ર માં જોવા મળે છે. માર્ચ માધ્ય પછી ફૂલોથી ભરવા વાળા આ ઝાડના પડદા, ડાળીઓ અને ફૂલો બધા ઉપયોગી છે. કાંચનાર ની ગણના સુંદર અને ઉપયોગી વૃક્ષમાં થાય છે. આની અનેક જાતિ જોવા મળે છે. આમાંથી ગુલાબી કાંચનાર નું સૌથી વધારે મહત્વ છે. કાંચનારના ફૂલોની કળી લાંબી, લીલી અને ગુલાબી રંગની હોય છે. આયુર્વેદમાં આ ઝાડને ચમત્કારી અને ઔષધીય ગુણોથી ભરપૂર જણાવવામાં આવ્યો છે. કાંચનારના ફૂલો અને કળીઓ વાત રોગ, સાંધાનો દુ:ખાવો માટે વિશેષ લાભકારક છે. આની કળીઓ શાક અને ફૂલોનું રાયતું ખાવામાં સ્વાદિષ્ટ અને રક્ત પિત્ત, ફોડે, ફુસીયો ને શાંત કરે છે.

કાંચનારનું ફૂલ કેટલું સુંદર હોય છે, તેને જોતા જ રહેવાનું મન થાય છે અને આ છે પણ ખુબ ઉપયોગી. જો પૂરો દેશ જાણી જશે કે આ કયા રોગની દવા છે તો બસ એ સમજી લેવાનું કે બિચારું ફૂલ દુર્લભ ફૂલની શ્રેણીમાં આવી જશે. થઇ શકે છે કે ત્યારે સરકાર આને પ્રતિબંધિત ફૂલ ઘોષિત કરવું પડે.

આયુર્વેદિક ઔષધીઓમાં મોટાભાગે કાંચનારની છાલનો જ ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ શરીરના કોઈ પણ ભાગમાં ગ્રંથિ (ગાંઠ)ને ગળાવવા માટે કરવામાં આવે છે. આના સિવાય લોહી વિકાર અને ત્વચા રોગ જેમ કે દાદ, ખંજવાળ, એકજીમાં, ફોલ્લા-ફુલ્લી વગેરે માટે કાંચનારની છાલનો ઉપયોગ કરવામાં આવે છે.

આને ઘણા નામ મળેલ છે. સંસ્કૃત : કાશ્ચનાર, હિન્દી : કંચનાર, મરાઠી: કોરલ, કાંચન, ગુજરાતી : ચમ્પાકાંટી, કાંચનાર, તેલુગુ : દેવકાંચનમુ, તમિલ : મંદારે, કન્નડ : કેન્યુમંદાર, મલયાલમ : મંદારમ્, પંજાબી : કુલાડ, કોલ : જુરજુ, બુજ, બુરંગ, સંયાળી- ઝિંજિર, અંગ્રેજીમાં : માઉન્ટેન એબોની, લૈટિન : બોહીનીઆ વેરિએગેટા.

માત્રા :

આની છાલનું ચૂર્ણ 3 થી 6 ગ્રામની માત્રામાં પ્રયોગ કરવામાં આવે છે, આના ફૂલનો રસ 10 થી 20 મીલીલીટર ની માત્રામાં પ્રયોગ કરવામાં આવે છે. અને છાલ નો ઉકાળો 40 થી 80 મીલીલીટર ની માત્રામાં પ્રયોગ કરવામાં આવી શકે છે. કાંચનારની છાલને જીણું પીસીને ગાળી ચૂર્ણ 3 થી 6 ગ્રામ(અડધી થી એક ચમકી) ઠંડા પાણીની સાથે સવાર સાંજ લો. આનો ઉકાળો બનાવીને પણ સવાર સાંજ 4-4 ચમચીની માત્રામાં (ઠંડુ કરીને) એક ચમચી મધ મિક્ષ કરીને લો.

1. સોજો :

કાંચનારનું મૂળ ને પાણીમાં ઘસીને લેપ બનાવી નાખો અને આને ગરમ કરી લો. આ ગરમ લેપ ને સોજા પર લગાવવાથી આરામ મળે છે.

2. મોંમાં ચાંદા પાડવા :

કાંચનાર ની છાલનો ઉકાળો બનાવીને તેમાં થોડું કત્થા મિક્ષ કરીને ચાંદા પર લગાવવાથી આરામ મળે છે.

3. હરસ :

કાંચનાર ની એક ચમચી છાલ ને એક કપ છાસની સાથે દિવસમાં 3 વાર સેવન કરવાથી હરસમાં લોહી પાડવાનું બંધ થાય છે. કાંચનારની ડાળીનો પાઉડર ને માખણ અને સાકર મિક્ષ કરીને 11 દિવસ ખાઓ. આંતરડામાં કીડા હોય તો કાંચનાર ની છાલનો ઉકાળો પીવો.

4. ડાયાબિટીસ :

કાંચનારની લીલી અને સૂકી ડાળીઓનું ચૂર્ણ અને સાકર મિક્ષ કરી પ્રયોગ કરવામાં આવે છે. આનું ચૂર્ણ અને સાકર ને સમાન માત્રામાં મિક્ષ કરી, 1-1 ચમચી દિવસમાં ત્રણ વાર કેટલાક અઠવાડિયા સુધી ખાવાથી ડાયાબિટીસ માં લાભ મળે છે.

5. ગોઇટર :

કાંચનારની છાલનો ઉકાળો બનાવીને તેમાં સોંઠનું ચૂર્ણ મિક્ષ કરીને આડધો કપની માત્રામાં દિવસમાં 3 વાર પીવાથી ગોઇટર રોગ સારો થઇ જાય છે.

6. ભૂખ લાગવી નહિ :

કાંચનારની ફૂલની કળીઓ ઘી માં સેકીને સવાર-સાંજ ખાવાથી ભૂખ ખુબ વધે છે.

7. ગેસની તકલીફ :

કાંચનારની છાલનો ઉકાળો બનાવીને, આના 20 મીલીલીટર ઉકાળો અડધી ચમચી પીસેલ અજમો મિક્ષ કરી પ્રયોગ કરવાથી લાભ મળે છે. સવાર-સાંજ ભોજન કર્યા પછી આનું સેવન કરવાથી પેટ ફૂલવું કે ગેસની તકલીફ દૂર થાય છે.

8. ખાંસી અને દમ :

મધની સાથે કાંચનારની છાલનો ઉકાળો 2 ચમચીની માત્રામાં દિવસમાં 3 વાર સેવન કરવાથી ખાંસી અને દમ માં આરામ મળે છે.

9. દાતનો દુ:ખાવો :

કાંચનારના ઝાડની છાલને આગમાં બાળીને તેની રાખને બારીક પીસીને મંજન બનાવી લો. આ મંજનને સવારે અને રાત્રે જમ્યા પછી મંજન કરવાથી દાંતનો દુ:ખાવો અને પેઢામાંથી લોહી નીકળવું બંધ થઇ જાય છે.

કાંચનારની છાલને બાળીને તેની રાખને પીસીને મંજન બનાવી લો. આનાથી મંજન કરવાથી દાંતનો દુ:ખાવો અને પેઢા માંથી લોહી નીકળવું બંધ થઇ જાય છે.

10. દાંતનો રોગ :

કાંચનારની છાલને પાણીમાં ઉકાળી લો અને અને તે ઉકાળેલ પાણીને ગાળી લો અને એક શીશીમાં બંધ કરીને રાખી લો. આ પાણી 50-50 મીલીલીટરની માત્રામાં ગરમ કરીને દરરોજ 3 વાર કોગળા કરો. આનાથી દાંતનું હલવાનું, દુઃખાવો, લોહી નીકળવું, પેઢાનો સોજો અને પાયરિયા ખત્મ થઇ જાય છે.

11. પેટમાં ગેસ બનવું :

કાંચનારનું મૂળનો ઉકાળો બનાવીને સેવન કરવાથી પેટમાં ગેસ બનવાની સમસ્યાથી છુટકારો મળે છે.

12. જીભ અને ત્વચા સુન્ન થવી :

કાંચનારનું છાલનું ચૂર્ણ બનાવીને 2 થી 4 ગ્રામની માત્રામાં ખાવાથી રોગમાં લાભ મળે છે. આનો પ્રયોગ દરરોજ સવાર-સાંજ કરવાથી ત્વચા અને રસ ગ્રથિઓની ક્રિયા સારું થાય છે ત્વચાનું સુન્નતા દૂર થઇ જાય છે.

13. કબજિયાત :

કાંચનારના ફૂલ ને સાકરની સાથે ઓગાળીને શરબતની જેમ બનાવીને સવાર-સાંજ પીવાથી કબજિયાત દૂર થાય છે અને મળ સાફ થાય છે.

કાંચનારની ફૂલોનો ગુલકંદ રાત્રે ઊંઘવાના પહેલા 2 ચમચીની માત્રામાં થોડા દિવસો સુધી સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.

14. કેન્સર :

કાંચનારની છાલનો ઉકાળો બનાવીને પીવાથી પેટનું કેન્સર સારું થાય છે.

15. ઝાડા વારંવાર આવવા :

કાંચનારની છાલનો ઉકાળો બનાવીને દિવસમાં 2 વાર પીવાથી ઝાડા રોગ સારો થઇ જાય છે.

16. પેશાબની સાથે લોહી આવવું :

કાંચનારના ફૂલોનો ઉકાળો બનાવીને સવાર-સાંજ પીવાથી પેશાબમાં લોહી આવવું બંધ થઇ જાય છે. આના સેવનથી રક્ત પ્રદર અને રક્તસ્ત્રાવ વગેરે સારું થઇ જાય છે.

17. હરસ :

કાંચરની છાલનો ઉકાળો બનાવી લો અને આ ચૂર્ણ 3 ગ્રામની માત્રામાં એક ગ્લાસ છાસની સાથે લો. આનું સેવન દરરોજ સવાર-સાંજ કરવાથી હરસ અને લોહી વાળા હરસમાં ખુબ લાભ મળે છે.

કાંચનારનું ચૂર્ણ 5 ગ્રામની માત્રામાં દરરોજ સવારે પાણીની સાથે ખાવાથી હરસ સારું થાય છે.

18. લોહી ઝાડા :

ઝાડની સાથે લોહી આવવા પર કાંચનારના ફૂલનો ઉકાળો સવાર-સાંજ સેવન કરવું જોઈએ. આના સેવનથી લોહી ઝાડામાં આવતું હોય તો ઝડપથી લાભ મળે છે.

19 : રક્તપિત્ત :

કાંચનારના ફૂલોનું ચૂર્ણ બનાવીને, 1 થી 2 ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ ચાટવાથી રક્ત પિત્ત રોગ સારો થાય છે. કાંચનારની શાક ખાવાથી રક્ત પિત્ત માં આરામ મળે છે.

જો મોં માંથી લોહી આવતું હોય તો કાંચનારના પાંદડાનો રસ 6 ગ્રામની માત્રામાં પીવો. આના સેવનથી મોં માંથી લોહી આવવું બંધ થઇ જાય છે.

કાંચનારના સૂકા ફૂલોનું ચૂર્ણ બનાવીને લો અને આ ચૂર્ણ એક ચમચીની માત્રામાં મધની સાથે દિવસમાં 3 વાર સેવન કરો. આના સેવનથી રક્તપિત્તમાં લાભ મળે છે. આના ફૂલોની શાક ખાવાથી પણ લોહીની ખરાબી દૂર થાય છે.

20. કૂબડાપણું (કેફૉસિસ) :

જો કૂબડાપણુંનો રોગ બાળકોમાં હોય તો પીઠના નીચે કાંચનારનું ફૂલ પાથરીને ઉંઘાડવાથી કૂબડાપણું દૂર થાય છે.

લગભગ 1 ગ્રામનો ચોથો ભાગ કાંચનાર અને ગુગલ ને મધની સાથે મિક્ષ કરી સેવન કરવાથી કૂબડાપણું દૂર થાય છે.

કૂબડાપણુંદૂર કરવા માટે કાંચનારનો ઉકાળો બનાવીને સેવન કરો.

21. ઘા :

કાંચનારની છાલનો ઉકાળો બનાવીને સવાર-સાંજ પીવાથી ઘા સારો થઇ જાય છે. આના ઉકાળાથી ઘાને ધોવું પણ જોઈએ.

22. સ્તનોની ગાંઠ (રસૂલી) :

કાંચનારની છાલને પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ લગભગ અડધા ગ્રામની માત્રામાં સુંઠ અને ચોખાના પાણીની સાથર મિક્ષ કરી પીવો અને સ્તનો પર લેપ કરવાથી ગાંઠ સારી થાય છે.

23. ઉપંદશ (ગરમીનો રોગ કે સિફિલિસ) :

કાંચરની છાલ, ઇન્દ્રાયણનું મૂળ, બબૂલ શીંગો, નાની કટેરી ના મૂળ અને પાંદડા અને જૂનો ગોળ 125 ગ્રામ. આ બધાને 2.80 કિલોગ્રામ પાણીમાં મિક્ષ કરીને માટીના વાસણમાં ઉકાળો અને જયારે આ ઉકળતા ઉકળતા થોડું બચે તો આને ઉતારીને ગાળી લો. હવે આને એક બોટલમાં બંધાય કરીને રાખી દો. અને આને સવાર-સાંજ સેવન કરો.

24. માથાનો ફોલ્લો:

કાંચનારની છાલ, વર્ણનો મૂળ અને સોંઠ મિક્ષ કરીને ઉકાળો બનાવી નાખો. આ ઉકાળો લગભગ 20 થી 40 ગ્રામની માત્રામાં સવાર-સાંજ પીવું જોઈએ. આના સેવનથી ફોલ્લો પાકી જાય છે અને સારું થઇ જાય છે. આના ઉકાળાને ફોલ્લા પર લગાવવાથી પણ લાભ મળે છે.

25. મસુરિકા (શીતળા) :

કાંચનારની છાલનો ઉકાળો બનાવીને તેમાં સોનાની રાખ નાખીને સવાર-સાંજ રોગીને પીવડાવાથી લાભ મળે છે.

26. ગળાની ગાંઠ :

કાંચરની છાલનો ઉકાળો બનાવીને, આમાં 20 ગ્રામ ઉકાળામાં સુંઠ મિક્ષ કરીને સવાર-સાંજ પીવાથી ગળાની ગાંઠ સારી થાય છે.

27. ગળનો સોજો :

ખૈર(કત્થા) ના ફળ, દાડમ ફૂલ અને કાંચનાર ની છાલ. આ ત્રણેયને મિક્ષ કરીને ઉકાળો બનાવી નાખો અને આનાથી સવાર-સાંજ કોગળા કરવાથી ગળાનો સોજો દૂર થાય છે. સિનુઆરના સુક્કા પાંદડાને ધુમ્રપાન ની જેમ ઉપયોગ કરવાથી રોગોમાં આરામ મળે છે.

28. ગળું બેસવુ :

કાંચનાર મોં માં રાખીને ચાવવાથી કે ચૂસવાથી ગળું સાફ થાય છે. આને ચાવવાથી અવાજ મધુર (મીઠી) થાય છે અને આ ગીત ગાનાર વ્યક્તિ માટે વિશેષ રૂપથી લાભકારી છે.

29. કાંચનારના ફૂલ થાયરાઇડ ની સૌથી સારી દવા છે. લીવરમાં કોઈ તકલીફ થાય તો કાંચનારનું મૂળનો ઉકાળો પાવો.

સાવધાની : કાંચનાર થોડા સમય પછી પાચન થાય છે અને કબજિયાદ પૈદા કરે છે.