જો તમારા શરીરમાં જોવા મળે આ 5 લક્ષણ તો થઈ જાવ સાવધાન, હાઈપોથાઈરાઈડિઝ્મના છે સંકેત.

હાઈપોથાઈરાઈડિઝ્મ જેને થઈરોડ પણ કહે છે સામાન્ય રીતે મહિલાઓમાં વધારે જોવા મળે છે. પરંતુ ઘણી વાર પુરુષોમાં પણ આના લક્ષણ જોવા મળે છે. હાઈપોથાઈરાઈડિઝ્મનો અર્થ તમારી થાઈરોઈડ ગ્રંથિ અંડરએક્ટિવ છે. તમારી થાઈરોઈડ ગ્રંથિનો આકાર ધનુષ જેવો હોય છે. તે ગળામાં આવેલી હોય છે. તમારા થાઈરોઈડનું કાર્ય હાર્મોનનું નિર્માણ કરવાનું છે, અને એને લોહીમાં પંપ કરવાનું હોય છે. જેથી આખા શરીરમાં એની જરૂરિયાત પુરી થઈ શકે. જયારે તે નિષ્ક્રિય થઈ જાય છે ત્યારે શરીરની બીજી ક્રિયાઓ પર પ્રભાવ પડે છે, જેના કારણે હાઈપોથાઈરાઈડિઝ્મની સમસ્યા થાય છે. આજે અમે આ લેખના માધ્યમથી થાઈરોઈડ ગ્રંથિના અંડરએક્ટિવ થવાના થોડા લક્ષણોના વિષયમાં વિસ્તારપૂર્વક જાણકારી આપીશું. તમે આ લક્ષણોને સમય રહેતા ઓળખી લો અને એનો ઈલાજ કરાવો. નહીં તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આવો જાણીએ હાઈપોથાઈરાઈડિઝ્મના સંકેત વિષે :

વજનમાં પરિવર્તન :

જે લોકો હાઈપોથાઈરાઈડિઝ્મથી પરેશાન છે એમની ભૂખમાં વધારો થાય છે. તે સામાન્ય કરતા વધારે ભોજનનું સેવન કરે છે. પરંતુ જરૂર કરતા વધારે ભોજન કરવા છતાં પણ એનું વજન ઘટવા લાગે છે. એવી સ્થિતિમાં મળ ત્યાગવામાં વૃદ્ધિ થઈ શકે છે, અને વારંવાર ઝાડા થઈ શકે છે. તેમજ બીજી તરફ હાઈપોથાઈરાઈડિઝ્મના કારણે ચયાપચય ઘટવા પર આ લોકોની ભૂખમાં ઘટાડો થાય છે અને ઓછું ભોજન કરવાની સ્થિતિમાં એમનું વજન વધવા લાગે છે. આવી સ્થિતિમાં કબજિયાત પણ આંતરડાની ગતિવિધિઓને ઓછી કરે છે.

હાઈપોથઈરોડ માટે બેસ્ટ ઔષધીના મિશ્રણથી બનેલી ઓન્લી આયુર્વેદ કંપનીની થઈરોડ બુસ્ટર હમણા જ માંગવા માટે whatsapp કરો ૮૮૬૬૧૮૧૮૪૬ પર અને ઘર બેઠા મંગાવો થઈરોડ બુસ્ટર. કેસ ઓન ડીલેવરી નથી.

ઉર્જાના સ્તરમાં અનિયમિત પરિવર્તન :

જો કોઈ વ્યક્તિને હાઈપોથાઈરાઈડિઝ્મની સમસ્યા છે તો તે ચયાપચયમાં ઝડપી અને અનિયમિત પરિવર્તન કરે છે. જેના કારણે વ્યક્તિને ઊંઘવામાં તકલીફ, ચીડિયાપણું, બેચેની તથા આ પ્રકારની થોડી બીજી મુશ્કેલીઓ થવા લાગે છે. એની સાથે જ વિચારમાં પણ નકારાત્મક પરિવર્તન આવે છે. અને કોઈ પણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા આવે છે. હાઈપોથાઈરાઈડિઝ્મથી પીડિત વ્યક્તિ પોતાના શરીરને ગતિશીલ રાખવા યોગ્ય જરૂરી ઉર્જા ભેગી કરવામાં સક્ષમ નથી થઈ સકતા. જેના કારણે શરીરમાં સતત થાક અનુભવાય છે. હાઈપોથાઈરાઈડિઝ્મથી પીડિત લોકોમાં અવસાદની પણ સમસ્યા જોવા મળે છે.

માંસપેશીઓમાં દુઃખાવો થવો :

જો કોઈ વ્યક્તિને હાઈપોથાઈરાઈડિઝ્મની સમસ્યા છે તો એમની માંસપેશીઓમાં નબળાઈ આવવા લાગે છે, અને આખું શરીર થાકેલું અને તુંટેલું અનુભવાય છે. હંમેશા ખભા અને સાંધામાં દુઃખાવો થાય છે, તથા એમાં સોજો પણ આવવા લાગે છે.

અસામાન્ય શારીરિક વૃદ્ધિ :

જે પુરુષોને હાઈપોથાઈરાઈડિઝ્મની સમસ્યા હોય છે. ક્યારેક કયારેક સ્તનનો અસામાન્ય વિકાસ અને વધેલું ચયાપચય જોવા મળે છે. જોકે જોવામાં આવે તો આ ઘણા ઓછા થવા વાળા લક્ષણ હોય છે.

તાપમાન પ્રત્યે સંવેદનશીલતામાં બદલાવ :

જે વ્યક્તિઓમાં હાઈપોથાઈરાઈડિઝ્મની સમસ્યા હોય છે એમને જરૂર કરતા વધારે પરસેવો આવે છે. આવા વ્યક્તિ ગરમ તાપમાનમાં વધારે વિચલિત થઈ જાય છે, અને એના વિપરીત ક્યારેક-ક્યારેક પરસેવો પણ ઘણો ઓછો આવે છે અને ઠંડી પણ લાગવા લાગે છે.

ઉપર અમે તમને જે જાણકારી આપી તે હાઈપોથાઈરાઈડિઝ્મના લક્ષણ છે. જો તમને આ પ્રકારની કોઈ સમસ્યા થાય છે તો તરત એની તપાસ કરાવો. સમય રહેતા આ સંકેતો ઓળખી લેવાથી તમે આ ગંભીર સમસ્યાથી બચી શકો છો.