જો તમને પણ છે કિડનીમાં પથરીની સમસ્યા, તો જાણો શું ખાવું અને શું ન ખાવું?

પથરી લોકોમાં વધી રહેલી એક સામાન્ય સમસ્યા બનતી જઈ રહી છે. આ બીમારીનું મોટું કારણ ઘણી હદ સુધી જીવનશૈલીમાં સંપૂર્ણરીતે થયેલ પરિવર્તન છે. બદલતી લાઈફસ્ટાઈલે આ ખતરનાક બીમારીને સામાન્ય સમસ્યા બનાવી દીધી છે. લાઈફ સ્ટાઈલમાં એ હદે પરિવર્તન આવી ગયું છે. કે ઘણી ગંભીર બીમારીઓ સામાન્ય બીમારીઓમાં ગણાવા લાગી છે. એનું સૌથી મોટું કારણ ખોટું ખાન-પાન છે.

તમે જેવું ખાવ છો એની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. ખોટું ખાન-પાન અને શરીરમાં પાણીની કમીને કારણે ઘણી વખત લીવર અથવા કિડનીમાં પથરીની સમસ્યા થઈ જાય છે. ખાસ કરીને કિડનીની પથરી તો ખોટા ખાન-પાનને કારણે જ થાય છે. જો તમારું ખાનપાન યોગ્ય છે, તો આ સમસ્યાથી બચી શકાય છે. જો તમારા ખોરાક સાથે તમારી લાઈફસ્ટાઈલ હેલ્ધી છે, તો તમને કિડનીમાં પથરીની બીમારી નહિ થાય. ઘણી વાર કિડનીની પથરી મૂત્રદ્વારથી બહાર નીકળી જાય છે.

પરંતુ ધ્યાન રહે કે જો પથરીની સમસ્યા ગંભીર થઈ જાય તો ઓપરેશન કરાવવા સુધીની નોબત આવી જાય છે. એ વાત સાચી છે કે લીવરમાં પથરીની સમસ્યા સૌથી વધારે થાય છે. અને જયારે તે થવા લાગે છે ત્યારે એની પ્રારંભિક ચેતવણી પણ મળે છે. માનવામાં આવે છે કે આ સમસ્યાથી બચવા માટે સૌથી વધારે જરૂરી છે કે આ બીમારીના સંકેત ઓળખી લેવામાં આવે અને એનો સમયસર ઈલાજ કરવામાં આવે.

પણ જો કિડની સ્ટોનની સમસ્યા થઈ ગઈ છે, તો આજે અમે તમને જણાવીશું કે આ બીમારી દરમ્યાન શું ખાવું અને શું ન ખાવું. કારણ કે પથરીની બીમારી દરમ્યાન અમુક વસ્તુઓથી અંતર બનાવી રાખવું તમારા માટે ફાયદાકારક થઈ શકે છે.

કિડની સ્ટોન દરમ્યાન શું ન ખાવું :

1. જંક ફૂડ અને કોલ્ડ ડ્રિન્કસ :

જંકફૂડ ખાવું અને કોલ્ડડ્રીંક પીવું ઘણી બધી બીમારીઓનું કારણ બને છે. કિડની સ્ટોન પણ એમાંથી એક છે. જો તમારી કિડની સ્ટોનની સમસ્યા છે, તો આ વસ્તુઓની પરેજી રાખવી. તમે કોલ્ડડ્રિન્કની જગ્યાએ પાણી અથવા નારિયેળ પાણી વગેરેનું સેવન કરી શકો છો. કોલ્ડડ્રિન્કમાં ફોસ્ફોરિક એસિડ મળી આવે છે અને તે કિડનીની સમસ્યાને વધારી શકે છે.

2. મોડેથી પચવા વાળા ભોજન :

પથરી દરમ્યાન હંમેશા ધ્યાન રાખો કે મોડેથી પચવા વાળા ભોજનનું વધારે સેવન કરવું નહિ. એના સિવાય જેટલું જરૂરી હોય એટલું જ ભોજન કરવું.

3. વિટામિન સી :

પથરી દરમ્યાન વિટામિન સી નું વધારે સેવન ખતરનાક થઈ શકે છે. વિટામિન સી નો સંયમિત પ્રયોગ જ કરો.

4. ઑક્સલેટ વાળા પદાર્થ :

જે વસ્તુઓમાં ઑક્સલેટની માત્રા વધારે હોય એનું સેવન ઓછું કરવું. જેમ કે ટામેટા, સોયા, ચોકલેટ, કાચા ચોખા, અળદ, પાલક વગેરે. કારણ કે ઑક્સલેટ પથરીનું કારણ બને છે.

5. વધારે પ્રોટીન અને સોડિયમ :

વધારે પ્રોટીન વાળા ભોજન જેવા કે માછલી અને માંસનું વધારે સેવન ન કરવું. એના સિવાય સોડિયમ વાળા ભોજન જેવા કે બોક્સ પેક કરેલ તૈયાર પકવાન અને જંક ફૂડને પણ પોતાના ડાયટ માંથી હટાવી દો.

કિડની સ્ટોનમાં શું ખાવું :

1. ફાઈબરથી ભરપૂર આહાર :

પથરી થવાના મોટા કારણો માંથી એક છે ફાઈબર યુક્ત આહારની કમી થઈ જવી. માટે પોતાના ડાયટમાં કોબીજ, કારેલા, વટાણા, કોળા, આદુ વગેરેને શામેલ કરો.

2. શેરડી :

જો તમને પથરીની સમસ્યા છે તો તમે શેરડી ખાઈ શકો છો. અથવા એનો રસ પી શકો છો. એના સેવનથી શરીરમાં પાણીની કમી દૂર થઈ જાય છે. અને પથરી આપમેળે શરીરમાંથી નીકળી જાય છે.

3. નારિયેળ પાણી :

નારિયેળ પાણી શરીર માંથી કિડની સ્ટોનને બહાર કાઢવામાં ઘણું ફાયદાકારક છે. પથરી દરમ્યાન કોલ્ડડ્રિન્ક કે અન્ય પીણાંને છોડીને તમે નારિયેળ પાણી પી શકો છો.

4. લીંબુ :

પથરીની સાઈઝને ઓછી કરવા અને પથરીને કાઢવા માટે લીંબુ ઘણું કારગર છે. એનું સેવન તમે સલાડમાં અથવા લીંબુ પાણી બનાવી કરી શકો છો.

5. હર્બલ ટી :

જો તમે ચા પીવાના શોખીન છો અને તમને પથરી છે, તો તમે હર્બલ ટી નું સેવન કરી શકો છો. હર્બલ ટી પીવાથી પથરીની સમસ્યા દૂર થાય છે.