મંગળસૂત્ર પહેરતી વખતે આ ૪ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહી તો પતી સાથે થઇ શકે છે અપશુકન.

તેમાં કોઈ શંકા નથી કે હિંદુ ધર્મ મુજબ એક પરણિત સ્ત્રી માટે મંગળસૂત્ર નું ઘણું જ મહત્વ હોય છે. મંગળસૂત્ર એક પરણિત સ્ત્રી માટે તે પરણિત હોવાની નિશાની હોય છે. પરણિત છોકરી માટે મંગળસૂત્ર માત્ર એક ઘરેણું નથી પરંતુ તેના પતીના સુરક્ષિત રહેવાનું પ્રમાણ હોય છે. તે કારણ છે કે લગ્ન વખતે જયારે છોકરીનો પતી તેને મંગળસૂત્ર પહેરાવે છે, ત્યારે એક પરણિત છોકરી તેને જીવનભર માટે પોતાના ગળામાં પહેરી રાખે છે અને તેને ક્યારે પણ પોતાના ગળામાંથી નથી ઉતારતી.

જો આપણે સાદી ભાષામાં કહીએ તો મંગળસૂત્ર એક છોકરીનું પરણિત હોવાનું ઓળખ છે. એમ તો ઘણી બધી સ્ત્રીઓ એવી પણ હોય છે, જે મંગળસૂત્ર પહેરતી વખતે ઘણી ભૂલો કરી બેસે છે. જેને કારણે તેના પતી સાથે કાંઈ અશુભ વસ્તુ થવા લાગે છે. એટલા માટે આજે અમે તમને જણાવીશું કે મંગળસૂત્ર પહેરતી વખતે તમારે કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારા કે તમારા પતી સાથે કોઈ અપશુકન ન થઇ શકે. તો આવો તમને આ વિશેષ વાતો વિષે વિસ્તારથી જણાવીએ.

૧. લગ્ન વખતે છોકરીના પતી તેને મંગળસૂત્ર પહેરાવે છે અને તેવામાં કોઈ પણ છોકરી એ મંગળસૂત્ર ન ઉતરવું જોઈએ. પછી ભલે કાઈપણ કેમ ન થઇ જાય, પરંતુ છોકરી એ પોતાનું મંગળસૂત્ર પહેરી રાખવું જોઈએ. આમ તો જો તમારે કોઈ કારણસર તમારું મંગળસૂત્ર ઉતારવું પણ પડે તો તમે તેની જગ્યાએ તમારા ગળામાં કાળો દોરો પહેરી લો. તમે મંગળસૂત્ર ની જગ્યાએ કાળો દોરો જરૂર પહેરી લો.

૨. તે ઉપરાંત કોઈપણ સ્ત્રી એ કોઈ બીજી સ્ત્રીનું મંગળસૂત્ર ક્યારે પણ ન પહેરવું જોઈએ. કેમ કે તે કોઈ પણ સ્ત્રી માટે સારું નથી ગણાતું. તેનાથી ન માત્ર પતિની ઉંમર ઓછી થાય છે, પરંતુ પતિ પત્ની વચ્ચે તનાવ પણ ઉભો થઇ શકે છે. એટલા માટે જો બની શકે તો આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

૩. દરેક સ્ત્રી એ માત્ર કાળા મોતી વાળું મંગળસૂત્ર જ પહેરવું જોઈએ. તેનાથી તમારા પતી ખરાબ નજરથી બચી રહે છે. એટલા માટે તમે તમારા પતીને ખરાબ નજર થી બચાવવા માગો છો, તો કાળા મોતી વાળું મંગળસૂત્ર જ પહેરો.

૪. જે મંગળસૂત્રમાં સોનું હોય તે મંગળસૂત્ર પહેરો. તે એટલા માટે કેમ કે સોનું ગુરુના પ્રભાવને ઓછું કરે છે અને તેનાથી તમારું લગ્નજીવન પણ હંમેશા આનંદથી ભરેલું રહે છે. તેનાથી તમારા લગ્નજીવનને એક નવી ઉર્જા મળે છે.

આમ તો તમે હંમેશા જોયું હશે કે મંગળસૂત્ર વચ્ચે એક પાતળી એવી સોનાનો ટુકડો હોય છે અને તે ટુકડો દામ્પત્ય જીવનને આનંદમય બનાવવા માટે જ નાખવામાં આવે છે. આમ પણ મંગળસૂત્ર એક એવી વસ્તુ છે. જે પરણિત મહિલાની સુંદરતાના ઘણી વધારી દે છે. એટલા માટે જો બની શકે તો ભૂલથી પણ મંગળસૂત્ર ઉતારવાની ભૂલ ન કરો.

અમને વિશ્વાસ છે કે હવે પછી તમે મંગળસૂત્ર પહેરતી વખતે આ બધી બાબતો નું ધ્યાન જરૂર રાખશો.