વિવાહ રેખા : જાણો તમારા લગ્ન ક્યારે, કેવી રીતે, ક્યાં અને કોની સાથે થશે, બસ આ એક રેખાને જોઈને

લગ્ન નવા જીવનની શરુઆત પણ છે, અને સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધ પર વૈધાનિક મોહર પણ. લગ્ન વગર સમાજમાં સ્ત્રી પુરુષનો સંબંધ માન્ય નથી હોતો. જીવનમાં લગ્ન વિષે સચોટ ભવિષ્યવાણી કરવી હોય તો જ્યોતિષી હાથોની લગ્ન રેખાનો અભ્યાસ કરે છે.

હસ્તરેખા જ્યોતિષ મુજબ આપણી હઠેળીમાં થોડા થોડા સમયમાં ઘણી રેખા બદલાતી હોય છે. કેટલીક ખાસ રેખાઓ પણ હોય છે જેમાં કોઈ ફેરફાર થતો નથી. આ રેખાઓ જીવન રેખા, ભાગ્ય રેખા, હ્રદય રેખા, મણીબંધ, સૂર્ય રેખા, લગ્ન રેખા વગેરે છે. લગ્નને લઈને જ્યોતિષ સચોટ ભવિષ્યવાણી કરે છે. તેના માટે તમારા હાથોની લગ્ન રેખા ઘણું બધું જણાવે છે.

લગ્ન રેખા ક્નીષ્ટકા એટલે કે સૌથી નાની આંગળીના નીચેના ભાગમાં આડી હોય છે. આ ભાગ બુધ પર્વત કહેવાય છે. આ રેખાઓથી સંબંધમાં આત્મીયતા, વૈવાહિક જીવનમાં ખુશી અને પતી-પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહની હાજરીનો સંકેત મળે છે. પરંતુ લગ્ન સંબંધિત ખુશહાલ જીવનની ભવિષ્યવાણી શુક્ર પર્વત અને હ્રદય રેખાને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવે છે.

લગ્ન રેખાને વિભિન્ન પ્રકારના આકાર અને તેની સ્થિતિ, લગ્ન સંબંધિત ખુશીઓની ભવિષ્યવાણીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. લગ્ન રેખાના આકાર અને તેની સ્થિતિનું વર્ણન નીચે કરવામાં આવ્યું છે. આવો જાણીએ લગ્ન રેખા શું શું જણાવે છે તે તમારા વિષે..

1. સામાન્ય રીતે લગ્ન રેખા અને હ્રદય રેખા વચ્ચેની જગ્યા જ વ્યક્તિના લગ્નની ઉંમર જણાવે છે. જો લગ્ન રેખા હ્રદય રેખાની નજીક આવેલી હોય તો વ્યક્તિના લગ્ન ચૌદથી એકવીસ વર્ષની વચ્ચે ઓછી ઉંમરમાં થશે. જો તે બંનેની બરાબર વચ્ચે આવેલી હોય તો લગ્ન એકવીસથી અઠ્યાવીસ વર્ષની વચ્ચે, અને જો લગ્ન રેખા હ્રદય રેખાથી ત્રણ ચતુર્થ ભાગ પર આવેલી હોય તો વ્યક્તિના લગ્ન અઠ્યાવીસથી પાત્રીસ વર્ષ વચ્ચે થવા જોઈએ.

2. જો કોઈ વ્યક્તિના બન્ને હાથોમાં લગ્ન રેખાની શરુઆતમાં બે શાખાઓ હોય તો તે વ્યક્તિના લગ્ન તુટવાનો ભય વધુ છે. સાથે જ જો કોઈ સ્ત્રીના હાથમાં લગ્ન રેખાની શરુઆતમાં દ્વીપનું ચિહ્ન હોય તો એવી સ્ત્રીના લગ્ન કોઈ છેતરપીંડીથી થવાની શક્યતા રહે છે. સાથે જ, આ નિશાન જીવન સાથીના ખરાબ આરોગ્યની તરફ પણ સંકેત આપે છે.

3. જો કોઈ વ્યક્તિના હાથમાં લગ્ન રેખા ખુબ વધુ નીચે તરફ વળેલી દેખાય રહી છે અને તે હ્રદય રેખાને કાપતા નીચે તરફ જતી રહે તો આ શુભ લક્ષણ નથી માનવામાં આવતું. એવી રેખા વાળા વ્યક્તિના જીવન સાથીની મૃત્યુ તેની હાજરીમાં જ થઇ શકે છે.

4. જો બુધ પર્વતથી આવેલી કોઈ રેખા લગ્ન રેખાને કાપી નાખે, તો વ્યક્તિનું વૈવાહિક જીવન તકલીફોથી ભરેલું હોય છે. સાથે જ જો લગ્ન રેખા વચ્ચે તૂટેલી હોય તો તે લગ્ન તૂટવાનો સંકેત મનાય છે.

5. જો કોઈ વ્યક્તિની હઠેળીમાં લગ્ન રેખા લાંબી અને સૂર્ય પર્વત સુધી જવાની છે, તો તે સંપન્ન અને સમૃદ્ધ જીવન સાથીનો સંકેત છે. અને જો કોઈ પુરુષના જમણા હાથમાં બે લગ્ન રેખા છે અને ડાબા હાથમાં એક લગ્ન રેખા છે તો એવા લોકોની પત્ની શ્રેષ્ઠ હોય છે. આ લોકોની પત્ની ખુબ વધુ પ્રેમાળ અને પતીનું ધ્યાન રાખવા વાળી હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે અમે તમને જે જાણકારી આપી છે તેના માટે છોકરા પોતાનો જમણો હાથ જુઓ અને છોકરીઓ પોતાનો ડાબો હાથ અને જે છોકરીઓ જોબ કરી રહી છે અને પોતાના ઘરની બધી જવાબદારી ઉઠાવી રહી છે તે પણ પોતાનો જમણો હાથ જ જુઓ અને પોતાના વિવાહિત જીવન વિશે સચોટ જાણકારી મેળવો.