આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ, મોટાપો,ડાયાબિટીસ જેવી 5 બીમારીઓનો છે પાક્કો દુશ્મન.

કુદરતે આપણને માણસોને ભેટ તરીકે ઘણા એવા ફળ અને શાકભાજી આપ્યા છે. જેવું સેવન કરીને આપણે ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. ખાસ કરીને તમામ ફળ આરોગ્ય માટે આરોગ્યપ્રદ હોય છે. પરંતુ આજે અમે એક એવા ફળ વિષે જાણકારી આપવાના છીએ જે મોટાપો, ડાયાબીટીસ જેવી ૫ બીમારીઓનું કટ્ટર દુશ્મન છે. આ ફળ આ તમામ બીમારીઓને મૂળમાંથી દુર કરી દે છે. મોટાપો, ડાયાબીટીસ, હાઈપરટેન્શન, પાચન અને હાર્ટ ડીઝીજ જેવી બીમારીઓ દુર કરવી ઘણું જ અઘરું હોય છે. આયુર્વેદ મુજબ આ તમામ બીમારીઓ ઘણી જ ગંભીર છે, પરંતુ અમે જે ફળ વિષે જણાવીશું તે આ તમામ બીમારીઓનો કાળ માનવામાં આવે છે.

અમે જે ફળ વિષે તમને જણાવવાના છીએ તે ફળનું નામ પીચ (Peach) છે. તેનું બીજું નામ આલુબુખારા છે. પીચ એક મોસમી ફળ છે જે ગરમીની ઋતુમાં મળે છે. તે ટમેટા જેવું દેખાય છે, તેનો રંગ મરુમ હોય છે, અને તે સ્વાદમાં ખાટું મીઠું લાગે છે. આરોગ્યની દ્રષ્ટીએ તે ઘણું જ ફાયદાકારક હોય છે. તેમાં ઘણા પોષક તત્વ રહેલા હોય છે જે બીમારીઓથી આપણું રક્ષણ કરે છે. આજે અમે પીચના સેવનથી કઈ કઈ બીમારીઓ દુર થાય છે તેના વિષે જણાવીશું.

આવો જાણીએ પીચ કઈ બીમારીઓથી બચાવે છે :

મોટાપો કરે છે દુર :

જો તમે પીચનું સેવન કરો છો તો તેનાથી તમારો મોટાપો પણ ઓછો થાય છે. કેમ કે પીચમાં હાઈ ફાઈબરનું પ્રમાણ મળી આવે છે જે પાચન ક્રિયાને ઠીક રાખે છે. એક રીસર્સમાં જાણવા મળ્યું છે જે ૬ અઠવાડિયા સુધી રોજ સુકા પીચ ખાવાથી ૧ કિલો વજન ઓછું થઈ જાય છે. પીચ ઉર્જાનો સારો સ્ત્રોત છે અને તેના સેવનથી જલ્દી ભૂખ નથી લાગતી જેને કારણે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

હાઈપરટેન્શન :

જો સુકા પીચ પાણીમાં પલાળીને ખાવામાં આવે તો તેના એક જ ડોઝમાં બ્લડપ્રેશર કંટ્રોલ થઈ જાય છે. કેમ કે પીચમાં હાઈ પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડપ્રેશરને નિયમિત કરવામાં મદદરૂપ બને છે.

હીપેટાઈટીસ :

પીચમાં ઉચ્ચ પ્રકારનું ફાઈબર હોય છે, જે લીવર ડીસઓર્ડરના ઈલાજમાં મદદરૂપ થાય છે. જો ૮ અઠવાડિયા સુધી સુકા પીચને રાત્રે પાણીમાં પલાળીને ખાવામાં આવે તો તેનાથી લીવરની બીમારીઓમાં ફાયદો મળે છે.

પાચનક્રિયા કરે મજબુત :

જે વ્યક્તિઓને કબજીયાત કે ખરાબ પાચનની સમસ્યા રહે છે, તેમના માટે પીચનું સેવન ઘણું જ ફાયદાકારક હોય છે. જો તમે પીચનું સેવન કરશો તો તે મોટા આંતરડામાં જરૂરી બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે જેથી પાચન શક્તિ મજબુત બને છે.

હ્રદય માટે છે ફાયદાકારક :

જો તમે સુકા પીચનું સેવન કરો છો તો તે ધમનીઓ સાફ કરીને હાર્ટ ડીઝીસથી બચાવ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા ફાઈબર હાર્ટ ડીઝીસથી બચાવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.