રિયલ લાઈફમાં માં-દીકરી છે ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રીઓ, નંબર 2 તો કરી ચુકી છે સાથે કામ

ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા પરિવાર એવા છે જે એક જ ફિલ્ડમાં કામ કરે છે. સામાન્ય જીવનમાં હમેશા એવું જોયું હશે કે ડોક્ટરનો દીકરો ડોક્ટર બને છે, અને એન્જીનીયરનો દીકરો એન્જીનીયર. એવું જ કંઈક થાય છે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે. કલાકારના બાળકો મોટાભાગે આ ફિલ્ડમાં આવાનું પસંદ કરે છે.

હિન્દી ફિલ્મ જગતમાં જ્યાં કપૂર અને બચ્ચન પરિવારનું એક્ટિંગમાં યોગદાન છે. ત્યાં ચોપડા પરિવાર ફિલ્મ મેકિંગમાં સક્રિય છે. ટીવી ઇન્ડસ્ટ્રીનો હાલ પણ કંઈક આવો જ છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ-અભિષેક, ઋષિ-રણબીર, પંકજ-શાહિદ કપૂર જેવા બાપ-દીકરાની જોડી વિષે લગભગ બધા જાણે છે.

પરંતુ તમને જણાવી દઈએ કે બાપ-દીકરાની જેમ માં-દીકરીની પણ જોડી છે. જે ખુબ પ્રખ્યાત છે. બોલિવૂડની માં-દીકરી વિષે મોટાભાગના લોકોને જાણકારી હશે. પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમને ટીવીની પ્રખ્યાત માં-દીકરીઓની જોડીઓને મળાવવા જઈ રહ્યા છીએ.

1. સુપ્રિયા પિલગાંવકર અને શ્રિયા પિલગાંવકર :

મરાઠી ફિલ્મોના સુપરસ્ટાર સચિન પિલગાંવકરની પત્ની સુપ્રિયા પિલગાંવકર પણ એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેની દીકરી શ્રિયા પણ એક્ટિંગમાં રસ રાખે છે. તે શાહરુખ ખાનની ફિલ્મ “ફેન” માં દેખાઈ ચુકી છે.

2. રીમા લાગુ અને મૃણમયી લાગુ :

બીલીવુડમાં માં નું પાત્ર નિભાવનારી રીમા લાગુ આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમનું પાત્ર લોકો આજે પણ યાદ કરે છે. પરંતુ તેની ખોટ તેની દીકરી મૃણમયી લાગુ પૂરી કરી રહી છે. મૃણમયી એક ઘણી સારી હિરોઈનની જેમ ઉભરી લોકો સામે આવી છે.

૩. સુપ્રિયા શુક્લા અને ઝનક શુક્લા :

સુપ્રિયા શુક્લાએ ‘કુમ કુમ ભાગ્ય’ અને ‘કુંડલી ભાગ્ય’ જેવી ટીવી સીરીયલ્સમાં કામ કર્યુ છે. તે ઉપરાંત સુપ્રિયાએ ઘણી સીરીયલ્સ અને ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. સુપ્રિયાની દીકરી ઝનકને રોબોટના પાત્રમાં લોકોએ ઘણી પસંદ કરી હતી. ઝનકએ શાહરૂખ ખાન સાથે ‘કલ હો ના હો’ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

4. સારિકા હસન અને શ્રુતિ હસન / અક્ષરા હસન :

બોલીવુડ અભિનેત્રી સારિકા હસનની બંને દીકરીઓ એક્ટિંગમાં ખુબ પ્રખ્યાત થઇ ચુકી છે. શ્રુતિ હસન, “લક”, “રમૈય્યા વત્સાવૈય્યા” અને “વેલકમ બેક” જેવી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ત્યાં અક્ષરા “શમિતાભ” ફિલ્મમાં દેખાઈ ચુકી છે.

5. સરિતા જોશી અને કેતકી દવે :

પુરબી જોશી અને સરિતા જોશી ટીવી જગતની ફેમસ હિરોઈન છે. તેમણે ‘બા બહુ ઓર બેબી’ માં બાનું પાત્ર નિભાવ્યું હતું. તેમણે બાનું પત્ર ખુબ સારી રીતે નિભાવ્યું હતું. સરિતાની બે દીકરીઓ છે અને તે પણ ટીવી સીરીયલ્સમાં કામ કરી ચુકી છે. સરિતા જોશીની દીકરી કેતકી દવે ‘ક્યોંકી સાસ ભી કભી બહુથી અને ‘ભણે’ જેવી ટીવી સીરીયલ્સમાં કામ કરી ચુકી છે.

તેમણે બોલીવુડની ફિલ્મ ‘આમદની અઠન્ની ખર્ચા રુપૈયા’, ‘મની હે તો હની હૈ’ અને ‘કલ હો ના હો’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અને પુરબી જોશીએ પણ ઘણી ટીવી સીરીયલોમાં પણ કામ કર્યુ છે. તે ઉપરાંત તે સારી એંકર અને બોલીવુડ હિરોઈન પણ છે.

6. કુલબીર બદર્સન અને અહસાસ ચન્ના :

કુલબીર બદર્સનએ ટીવી સીરીયલમાં તો કામ કર્યું જ છે, તેની સાથે તેમણે બોલીવુડ ફિલ્મ ‘વીર ઝારા’ અને ‘દિલ પરદેશી હો ગયા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની સાથે કુલબીરની દીકરી અહસાસ ચન્નાએ પણ બાળપણમાં જ ‘કભી અલવિદા ન કહેના’, ‘વાસ્તુ શાસ્ત્ર’ અને ‘માય ફ્રેન્ડ ગણેશા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, અને તેમણે ટીવી ઉપર ‘દેવો કે દેવ મહાદેવ’ અને ‘ફ્નાહ’ જેવા શોમાં કામ કરીને ખ્યાતી મેળવી છે.

7. લિલેટ ડૂબે અને ઇરા ડૂબે :

લિલેટ ડૂબે “કલ હો ના હો”, “બાગબાન” જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. લિલેટની જેમ તેમની દીકરી પણ એક્ટ્રેસ છે અને “મેરીગોલ્ડ”, “ડીઅર જિંદગી” અને “આયશા” જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

8. સ્વીટી વાલિયા અને રૌશની વાલિયા :

“યે હૈ મોહબ્બતેં”, “બહુ હમારી રનજીકાન્ત” જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલ સ્વીટી વાલિયાની દીકરી રૌશની પણ એક્ટ્રેસ છે. તે “ભારતકા વિરપુત્ર – મહારાણા પ્રતાપ” નો પણ હિસ્સો હતી.

9. કિરણ ભાર્ગવ અને અંકિતા ભાર્ગવ :

તમે બધા ૯૦ના દશકાની પ્રસિદ્ધ અભિનેત્રી કિરણ ભાર્ગવને તો ઓળખતા જ હશો. તેમણે ઘણી ટીવી સીરીયલોમાં કામ કર્યુ છે. તેની દીકરી અંકિતા ભાર્ગવ ટીવીના પ્રસિદ્ધ અભિનેતા કરણ પટેલની પત્ની છે.