છેવટે કેમ? મોટાભાગના લોકોને કમર અને પીઠમાં થાય છે દુ:ખાવો, જાણો તેનો યોગ્ય ઈલાજ અને મેળવો છુટકારો

આજના સમયમાં હર બીજો વ્યક્તિ કમર અને પીઠના દુ:ખાવાથી પીડિત છે. ઘણા લોકોનું માનવું છે કે તે કાયમ એક્ટીવ પણ રહે છે અને તેમના શરીરમાં કોઈ ગડબડ પણ નથી, છતા પણ કમર અને પીઠના દુ:ખાવાની સમસ્યા થાય છે? જાણકારો મુજબ કમર અને પીઠમાં દુ:ખાવો થવાનું કોઈ એક કારણ નથી. ઘણી વખત ઠંડીને કારણે કે શરદી-જુકામને કારણે પણ કમર અને પીઠમાં દુ:ખાવો થાય છે. ઘણી વખત લોકો તેને ધ્યાન બહાર કરે છે. જે પાછળ થી એક મોટી સમસ્યાના રૂપ લઇ લે છે.

વધતી ઉંમર સાથે સાથે ડિસ્કમાં પાણી ઓછું થવા લાગે છે. તેને કારણે કમર અને પીઠનું લચીલાપણું ઓછું થઇ જાય છે. તેવામાં ડિસ્કની નસો ઉપર વધુ દબાણ પડવા લાગે છે. ત્યાર પછી પગમાં દુ:ખાવો અને જકડાવાની સમસ્યા શરુ થઇ જાય છે. કમર અને પીઠમાં થતા ઘણા દુ:ખાવાનું સૌથી મોટું કારણ હાડકામાં થતો ચેપ છે. તેની સાથે જ ડિસ્કમાં બેક્ટેરિયા ઇન્ફેકશન હોવાને કારણે પણ દુ:ખાવો થાય છે. ઘણી વખત રીઢના હાડકામાં થતા ટ્યુમર પણ દુ:ખાવાનું કારણ બને છે. એટલા માટે દુ:ખાવાનો ઈલાજ કરાવતા પહેલા દુ:ખાવાનું કારણ જાણવું ઘણું જરૂરી હોય છે.

ઘણી વખત ઉંચી એડીના બુટ ચપ્પલનો વધુ ઉપયોગ, તનાવ, ઘણા કલાકો સુધી વળીને બેસવું, દરરોજ કલાકો ગાડી ચલાવવી, ઓફિસમાં ઘણો સમય સુધી વાંકા વળીને કામ કરવું કે સતત ઘણા કલાક સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરવાથી પણ દુ:ખાવો થવા લાગે છે. એમ કરવાથી રીઢના હાડકા ઉપર દબાણ વધુ પડે છે, જે એક દિવસ દુ:ખાવા ના રૂપમાં ઉભરીને સામે આવે છે. તેની સાથે જ ખોટી પદ્ધતિથી ચાલવું ફરવું, ઉઠવું-બેસવું, ટીબી, એંકાઇલોસિંગ સપોડીલાઈટીસ, ઓસ્ટીયોપોરોસીસ અને કાયમી કસરત ન કરવાને કારણે પણ થઇ શકે છે.

દુ:ખાવો ક્યાં કારણે થઇ રહ્યો છે એ જાણવા માટે એક્સ-રે , સીટી-સ્કેન, એમઆરઆઈ, ડિસ્કોગ્રાફી, ફેસેટ, આથ્રોગ્રામ જેવી તપાસ કરાવરાવી શકાય છે. આમ તો તપાસ માટે એમઆઈઆરને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કઈ નસ ઉપર સૌથી વધુ દબાણ પડી રહ્યો છે, એમઆઈઆરથી ઉત્તમ પદ્ધતિથી જાણી શકાય છે.

તેમાં દુ:ખાવા મુજબ જ તેનો ઈલાજ કરવામાં આવે છે. ઘણી વખત જયારે દુ:ખાવો નાના કારણોથી થાય છે તો તેવામાં પેનકિલર્સ આપી દેવામાં આવે છે. અને ઘણી વખત ફીજીયોથેરોપીથી આ દુ:ખાવો દુર કરવાના પ્રયાસ કરવામાં આવે છે. તે ઉપરાંત કસરત, અલ્ટ્રાસોનિક થેરોપી, ઇન્ટરફેરેટીયલ થેરોપીથી પણ તેનો ઈલાજ કરવામાં આવે છે. થોડા દુ:ખાવામાં યોગાસન અને એક્યુપ્રેશરથી પણ દુ:ખાવો ઠીક કરી શકાય છે. સ્થિતિ વધુ ખરાબ થઇ જવાથી પગ સુના પડી જાય છે, નબળાઈ અને પેશાબ કરવામાં ઘણી તકલીફ થાય છે, તેવામાં ઓપરેશન કરવું પડે છે.

તેનાથી બચવા માટે કરો ટેવમાં આ ફેરફાર :

૧) ક્યારે પણ વધુ સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસવું જોઈએ.

૨) જો વધુ સમય સુધી ક્યાંક બેસવું જરૂરી હોય છે તો થોડી થોડી વારે ઉઠતા રહો.

૩) એ વાતને ધ્યાનમાં રાખો કે બેસતી વખતે એવી રીતે બેસો, જેથી રીઢના હાડકાનો આધાર મળે, અને ઝટકાથી ન તો ક્યારેય ઉઠો અને ન તો ક્યારેય બેસો.

૪) દરેક વખતે સીધા ઉભા થવાની ટેવ પડવી જોઈએ અને પોતાના ખાવામાં વધુમાં વધુ કેલ્શિયમનો ઉમેરો કરો.

૫) વાંકા વળતી વખતે રીઢના હાડકાને નહિ તમારા ગોઠણને વાળો.

૬) રોજ ઓછામાં ઓછું એક કલાક કસરત કરો.