સપનાનું વિજ્ઞાન : જાણો સપનામાં સળગી રહેલી ચિત્તા જોવાનો અર્થ શું થાય છે?

આ દુનિયામાં કદાચ જ કોઈ એવો માણસ હશે, જેને રાત્રે સપના ન આવતા હોય. સપના આવવા એક કુદરતી પ્રકિયા છે. હંમેશા આપણેને રાત્રે તે સપના આવે છે. જેના વિષે આપણે દિવસે વિચારીએ છીએ. પરંતુ ઘણી વખત થોડા એવા વિચિત્ર સપના પણ આવે છે. જેના વિષે આપણે પહેલા ન તો વિચાર્યું છે અને ન તો તેનું કોઈ સાથે કનેક્શન હોય છે. તેવામાં તમે પણ વિચારમાં પડી જાવ છો કે છેવટે આ વિચિત્ર સપનું મને જ કેમ આવ્યું? ક્યાંક તેનો કોઇ અર્થ તો નથી હોતો ને?

સપનાના વિજ્ઞાનનું માનીએ તો સપનામાં દેખાતી લગભગ દરેક વસ્તુનું કોઈને કોઈ વસ્તુ સાથે કોઈ કનેક્શન હોય છે. ખાસ કરીને ત્યારે જયારે સપનામાં દેખાતી થોડી વિશેષ કે વિચિત્ર હોય. તે વાતને ધ્યાનમાં રાખીને આજે અને તમને સપનામાં દેખાતી વસ્તુ અને તેનો અર્થ જણાવીશું.

સપનામાં સળગતી ચિત્તાનું દેખાવું :

છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે. જેમાં લોકોને સપનામાં સળગતી ચિત્તા જોવા મળે છે. જો તમને પણ સપનામાં સળગતી ચિતા જોવા મળે તો તેના બે અર્થ હોઈ શકે છે. પહેલો એ કે તે તમારા આવનારા મૃત્યુનો સંકેત છે. બીજો એ કે તમારા કોઈ નજીકના વ્યક્તિના મૃત્યુનો સંકેત છે. આ બન્ને જ સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે સળગતી ચિત્તા સપનામાં દેખાવાનો અર્થ છે કે નજીકના ભવિષ્યમાં કોઈ ને કોઈનું મૃત્યુ થવાનું છે.

સપનામાં આ વસ્તુ દેખાવી પણ છે મૃત્યુના સંકેત :-

સળગતી ચિત્તા ઉપરાંત થોડી બીજી પણ એવી વસ્તુ છે. જે આવનારા મૃત્યુનો સંકેત આપે છે. તો આવો એક નજર તેની ઉપર નાખી લઈએ.

યમરાજનું દેખાવું :

જેમ કે તમે બધા જાણો છો યમરાજને મૃત્યુના દેવતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જયારે પણ કોઈનું મૃત્યુ થાય છે તો તેનો આત્મા ધરતી ઉપરથી સ્વર્ગ કે નર્ક લેવા આવે છે. તેવામાં જો તમને સપનામાં યમરાજ દેખાય જાય તો સમજી લેવું કે તમારો આ પૃથ્વી ઉપર સમય પૂરો થઇ ગયો છે. તમે તમારા બધા જરૂરી કામ પુરા કરી લો અને ભગવાનની આરાધનામાં લાગી જાવ.

કાળી ભેંસનું દેખાવું :

જો તમને સપનામાં મોટા શીંગડા વાળી મોટી કાળી ભેંસ દેખાય છે, તો તે સંકેત છે કે તમારું કે તમારા કોઈ સંબંધીનો આ પૃથ્વી ઉપર સમય પૂરો થવાનો છે. કાળી ભેંસ યમરાજની સવારી હોય છે. તે જોવું મૃત્યુને જ દર્શાવે છે.

કાળો કાગડો :

સપનામાં કાળો કાગડો દેખાવો પણ અપશુકન માનવામાં આવે છે. તે એ વાતોનો સંકેત છે કે તમારી સાથે કોઈ ને કોઈ અઘટિત થવાનું છે. આમ તો કાળા કાગડાનું સપનામાં દેખાવું દરેક વખતે મૃત્યુનો જ સંકેત નથી હોતો. ઘણી વખત આવનારી મોટી મુશ્કેલીનો સંકેત પણ હોય છે. એવી સ્થિતિમાં તમારે શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ. તેની આરાધનાથી તમે તમારી ઉપર આવનારી આ મુશ્કેલી ટાળી શકો છો.