આ છે પેટના કેન્સરના લક્ષણ, ધ્યાન નહીં આપ્યું તો નક્કી છે તમારી મૃત્યુ.

કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને જ સારા-સારા લોકો ધ્રુજી ઉઠે છે, કારણ કે તે એક એવી બીમારી છે જેના થયા પછી લોકોને એના વિષે તરત ખબર નથી પડતી. અને જયારે ખબર પડે છે ત્યારે કદાચ ઘણુ મોડું થઈ ગયું હોય છે. એ જ કારણ છે કે લોકો આ ગંભીર બીમારીથી ગભરાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આપણું શરીર ઘણા પ્રકારની કોશિકાઓથી બનેલું હોય છે. જેમ જેમ શરીરને એની જરૂર હોય છે તેમ તેમ તે કોશિકાઓ નિયંત્રિત રૂપથી વિભાજીત થાય છે અને વધતી જાય છે.

પરંતુ ઘણી વાર એવું થાય છે કે શરીરને આ કોશિકાઓની કોઈ જરૂર હોતી નથી, છતાં પણ એમનું વધવાનું ચાલુ જ રહે છે. કોશિકાઓનો આ અસામાન્ય વિકાસ કેન્સર કહેવાય છે. તેમ જ આજે અમે થોડા એવા સંકેતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને કેન્સરને ઓળખવામાં મદદ મળશે. આજે અમે ખાસ કરીને પેટમાં થતા કેન્સરના લક્ષણ વિષે તમને જણાવવાના છીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે તમે જેને નાની-મોટી તકલીફ સમજીને ધ્યાન બહાર કરી દે છો તે એક ભયાનક બીમારીનું રૂપ પણ ધારણ કરી શકે છે. હા, જેમકે પેટમાં હલકો-હલકો દુઃખાવો થવો, કબજીયાત થવી, પેટમાં સોજો આ બધું કેન્સર જેવી ભયાનક બીમારીનું રૂપ લઈ શકે છે. અને જીવલેણ બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે.

હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં ખબર પડી કે ભારતમાં લગભગ 25 લાખ લોકો કેન્સર સાથે જીવી રહ્યા છે. દર વર્ષે 7 લાખ કેન્સરના કેસ નોંધવામાં આવે છે. વિશેષજ્ઞો પ્રમાણે જો શરૂઆતના તબક્કામાં કેન્સરની ઓળખ કરવામાં આવે તો એનો ઈલાજ સરળ થઈ જાય છે.

તો આવો જાણીએ કે આ નાની-નાની તકલીફો હોઈ શકે છે કેન્સરના લક્ષણ જેને આપણે વારંવાર ધ્યાન બહાર કરીએ છીએ.

૧. જો તમારું વજન અચાનકથી ઝડપથી ઓછું થઈ રહ્યું હોય તો તમારા માટે ચિંતાવાળી વાત હોઈ શકે છે. હા, કેમકે વજન ઓછું થવું એ પણ કેન્સરના પહેલા લક્ષણ માંથી એક છે. પેટ, ફેફસા વગેરેમાં થતા કેન્સરમાં સૌથી પહેલા વજન જ ઓછું થાય છે.

૨. જો તમે હંમેશા કબજીયાતથી હેરાન રહો છો, તો ધ્યાન રાખી સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો. કારણ કે કોલોન કેન્સરમાં દર્દીને હંમેશા કબજીયાતની સમસ્યા રહે છે. પરંતુ સમય રહેતા એની જાણ થઈ જાય તો દર્દીના બચવાની સંભાવના 90% હોય છે.

૩. જો વારંવાર તમારા પેટમાં દુઃખાવો અને સોજો રહે છે તો એ પણ કેન્સરનું એક લક્ષણ જ છે, કેમકે લીવર સંબંધિત રોગો માંથી એક જળંધર રોગ હોય છે જેમાં કમરનો આકાર પણ વધી જાય છે.

૪. જો તમારા મોઢામાં સતત ત્રણ થી ચાર અઠવાડિયા સુધી ચાંદા(છાલા) થયા હોય અને સાથે જ અવાજમાં બદલાવ આવી જાય છે, તે એને ધ્યાન બહાર ન કરો તે કેન્સર હોઈ શકે છે.