ફિલ્મોમાં આવવા પહેલા ખુબ જાડી દેખાતી હતી આ બોલીવુડ હિરોઈન, ચોથી અભિનેત્રીનું વજન હતું 90 કિલો

બોલીવુડ દુનિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે, અને તેમાં એક થી એક ચડીયાતી હિરોઈન છે, જે ઘણી મહેનત કરીને આગળ પહોચી છે. આ ફિલ્ડમાં જળવાઈ રહેવા માટે દરેક અભિનેત્રીએ પોતાના શરીર ઉપર ઘણું ધ્યાન આપવું પડે છે. આજે અમે થોડી એવી અભિનેત્રીઓની વાત કરી રહ્યા છીએ જે ફિલ્મોમાં આવવા પહેલા ઘણી જાડી હતી અને ઘણી ફેટી લાગતી હતી.

પરંતુ પછીથી આ હિરોઈનોએ પોતાનું વજન ઘટાડીને સૌને ચોંકાવી દીધા અને બોલીવુડમાં પોતાની ઓળખ ઉભી કરી. ખાસ કરીને આ અભિનેત્રીઓએ પોતાની ચરબી ઓછી કરવા માટે ઘણી મહેનત કરી છે. આવો જણાવીએ કઈ કઈ હિરોઈન છે.

પરીણિતી ચોપડા :

પરીણિતી ચોપડાને તો બધા ઓળખે છે. ઘણી સુંદર દેખાતી આ અભિનેત્રી આજે બોલીવુડમાં પોતાની ઓળખ ઉભી કરી ચુકી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકતા પહેલા પરીણિતી ચોપડા ઘણી જાડી હતી. તેનું વજન ૮૬ કિલો હતું. તમને જાણીને જરૂર નવાઈ થઇ રહી હશે પરંતુ તે વાત પોતે પરીણિતીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવી હતી કે તેનું વજન ઘણું વધુ હતું.

ફિલ્મોમાં આવ્યા પછી તેમણે જીમ જઈને અને પોતાના ડાયટ ઉપર ધ્યાન આપીને ૨૮ કિલો વજન ઓછું કર્યું અને આજે તે બોલીવુડની સુંદર અભિનેત્રીઓની યાદીમાં છે.

આલિયા ભટ્ટ :

જાણીતા નિર્દેશક મહેશ ભટ્ટની દીકરી અને બોલીવુડની ક્યુટ હિરોઈન આલિયા ભટ્ટને બધું વારસાગત મળ્યું છે. તે શરુઆતથી જ ફિલ્મોમાં આવવા માગતી હતી. પરંતુ શરૂઆતમાં આલિયા ભટ્ટનું વજન ઘણું વધારે હતું. જયારે આલિયાને કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ દ યર’ માં કામ કરવાની તક મળી તે સમયે તેનું વજન ૬૮ કિલો હતું.

કરણ જોહરના કહેવાથી તેમણે પોતાનું ૧૬ કિલો વજન ઘટાડવું પડ્યું. કેમ કે કરણ જોહરએ એ શરત મૂકી હતી કે આ ફિલ્મમાં કામ કરવા માટે તેણે પોતાનું વજન ઓછું કરવું પડશે. ત્યાર પછી આલિયાએ પોતાનું વજન ઘટાડવા માટે ઘણો પરસેવો પાડયો અને પોતાની ડેબ્યુ ફિલ્મમાં સરસ અભિનય કર્યો.

ભૂમિ પેડનેકર :

પ્રસિદ્ધ અભિનેત્રી ભૂમિ પેડનેકરની ડેબ્યુ ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ ના સમયે તેનું વજન ૮૫ કિલો હતું, અને તે ઘણી વધુ જાડી દેખાતી હતી. પરંતુ તેમણે બીજી ફિલ્મ ‘મનમરજીયાં’ માં પોતાનું વજન ઓછું કરીને સૌને અચંબામાં મૂકી દીધા. તેમણે પોતાનું વજન ઘણા કિલો સુધી ઓછું કર્યું ઘણા લોકો તો તેને ઓળખી પણ ન શક્યા. તેને પોતાનું વજન ઘટાડવા માટે પોતાની ડાયટમાં ઘણો ફેરફાર કરવો પડ્યો હતો.

સોનાક્ષી સિન્હા :

અભિનેત્રી સોનાક્ષી સિન્હાને તો બધા ઓળખે જ છે. બધાના દિલો ઉપર રાજ કરનારી સોનાક્ષી સિન્હાનો પણ એક સમયમાં વજન ઘણું વધુ હતું. જ્યારે તે બોલીવુડની ચમકથી દુર હતી અને ફિલ્મોમાં એન્ટ્રી કરી ન હતી ત્યારે તેનું વજન ૯૦ કિલો હતું. જો કે કોઈ છોકરી માટે ઘણું વધુ કહેવાય છે.

તેણે પોતાની પહેલી ફિલ્મ માટે ૩૦ કિલો વજન ઘટાડ્યું હતું. જયારે એક વખત જ્યારે તેમને તેનું વજન ઓછું કરવાનું રહસ્ય પૂછવામાં આવ્યું, તો તમણે જણાવ્યું કે તે હંમેશા પોતાના ડાયટ પ્લાન મુજબ જ બધું ખાય છે અને જંક ફૂડથી તો એકદમ દુર જ રહે છે.