આ છે ગળાના કેન્સરના ૬ મોટા શરૂઆતના લક્ષણો, જેને ઓળખીને તમે બચાવી શકો છો કોઈપણ માણસનો જીવ

એ તો સૌ જાણે છે કે કેન્સર એક એવી બીમારી છે, જેનો સહેલાઇ થી જાણી શકાતું નથી. જેને લીધે માણસ ને પોતાનો જીવ પણ ખોવો પડે છે. તેથી આજે અમે તમને ગળાના કેન્સર વિષે થોડી જરૂરી વાતો જણાવવા માંગીએ છીએ. ઘણી વખત માણસ ને ગળામાં દુ:ખાવો થાય છે અને તે તેને સામાન્ય દુખાવો સમજીને ધ્યાન બહાર કરી દે છે. આમ તો કેન્સર ના લક્ષણ પણ હોઈ શકે છે. પણ જ્યાં સુધી તેને એ વાતની જાણ થાય છે. ત્યાં સુધી ઘણું મોડું થઇ જાય છે.

તેવામાં એ જરૂરી છે કે સમયસર આ બીમારી ની ઓળખ કરીને તેનો યોગ્ય ઈલાજ કરાવવામાં આવે. જેથી માણસનો જીવ બચી શકે. આજે અમે તમને ગળાના કેન્સરના થોડા શરૂઆતના લક્ષણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે શરૂઆતમાં જ આ રોગથી સરળતાથી છુટકારો મેળવી શકો.

૧. ગળવામાં તકલીફ થવી :

ગળામાં કેન્સર હોવાનો પહેલો સંકેત છે. આમ તો સામાન્ય રીતે લોકો ખાવાનું ગળવામાં તકલીફ થવા ઉપર ગરમ ખાવાનો પ્રયત્ન કરે છે. પણ એ ખોટું છે. કેમ કે એવી સમસ્યા થવા ઉપર તમારે ડોક્ટરને જરૂર દેખાડવું જોઈએ.

૨. અવાજમાં ભારેપણું આવવું :

જેમના ગળામાં કેન્સર હોય છે તેમના અવાજમાં ફેરફાર આવવો અને ગળું બેસી જવું વગેરે લક્ષણો જોવા મળે છે.

૩. કાન, ગળા અને માથામાં દુ:ખાવો થવો :

જો લાંબા સમય સુધી તમારા કાન, ગળા અને માથામાં દુ:ખાવો રહે છે. તો તેને બિલકુલ ધ્યાન બહાર ન કરો. તે એટલા માટે કે તે ગળાનું કેન્સર નો સૌથી શરૂઆતનું લક્ષણ છે. ખાસ કરીને કેન્સર થયા પછી ગળાની ગ્રંથીઓ સોજાઈ જાય છે અને દુ:ખાવો થવા લાગે છે.

૪. કફ અને ગળામાં ખીચખીચ થવું :

જો ગળામાં ઘણા લાંબા સમય થી ખરાશ ની સમસ્યા થઇ રહી છે અને ખાંસી પછી લોહી પણ નીકળે છે, તો તમારે સાવચેત થવાની જરૂર છે. તેવામાં જરૂરી નથી કે તે કેન્સર જ હોય, પણ તમારે ડોક્ટર ને જરૂર બતાવી દેવું જોઈએ.

૫. સતત ખાંસી આવવી :

સામાન્ય રીતે લોકો ખાંસીને હળવાશથી લે છે અને તેને ધ્યાન બહાર કરી દે છે. પણ જો તમને ઘણા લાંબા સમયથી સતત ખાંસી આવી રહી છે તો તેને ધ્યાન બહાર ન કરો, કેમ કે તે કેન્સર ના સંકેત હોઈ શકે છે. તેથી એક વખત ડોક્ટર ને જરૂર બતાવો.

૬. ઝડપથી વજન ઓછું થવું :

કોઈ પ્રયત્ન કર્યા સિવાય કોઈ માણસ નું વજન સરળતાથી ઓછું થતું નથી, તેમછતાં પણ જો વજન ઝડપથી ઓછું થઇ રહ્યું છે તો તમારે સાવચેત થવાની જરૂર છે, કેમ કે તે સારી વાત નથી. થાઈરોઈડ હોવાના સંકેત પણ હોઈ શકે છે અને જો તેનો યોગ્ય ઈલાજ ન કરાવવામાં આવે તો તેનાથી ગળાનું કેન્સર પણ થઇ શકે છે.

તમારા પોતાના માં કે તમારા કુટુંબના કોઈ સભ્યમાં આવા લક્ષણ જોવા મળે તો તરત તેને ડોક્ટરને બતાવો. ક્યાંક એવું ન બને કે મોડું થઇ જાય. જો આ લક્ષણ ત્રણ અઠવાડિયાથી વધુ જોવા મળે તો તપાસ ઘણી જરૂરી છે. જ્યાં સુધી ગળાનું કેન્સર શરીરના બીજા ભાગમાં નથી ફેલાતું ત્યાં સુધી તેને સરળતાથી સર્જરી થી દુર કરી શકાય છે. પણ જો તે ફેલાઈ જાય તો તેનો ઈલાજ કરવો ઘણો મુશ્કેલ બની જાય છે. અને દુવા કરીએ છીએ કે ભગવાન તમને અને તમારા કુટુંબને ઘણી તંદુરસ્તી આપે.