બાથરૂમ માટે વાસ્તુ ટિપ્સ : જો રાખશો આ 10 વાતોનું ધ્યાન તો ઘરમાં આવી જશે ખુશીઓ.

ઘરની જરૂરી વસ્તુ માંથી એક બાથરૂમ છે, અને તેનું સ્થાન ઘરમાં નક્કી હોવું જોઈએ. આમ તો વાસ્તુ મુજબ ઘરમાં બાથરૂમ અને રૂમ બધાનું સ્થાન અલગ અલગ નક્કી છે. વર્તમાન સમયમાં જગ્યાની ઘણી તંગીને જોતા રૂમ અને બાથરૂમનું એક સાથે હોવાની ફેશન જ આવી ગઈ છે. પરંતુ વાસ્તુ મુજબ ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ ઘરની દરેક વ્યક્તિ ઉપર તેની નકારાત્મક અને સકારાત્મક બન્ને અસર પડે છે.

તેવામાં એ જરૂરી છે કે વાસ્તુ મુજબ બાથરૂમ અને રૂમ કેવા હોવા જોઈએ. કેમ કે તેની અસર ઘરના સભ્યોના આરોગ્ય ઉપર પણ પડે છે. તે ઉપરાંત પણ તેના ઘણા બધા નુકશાન ઘરને સહન કરવા પડે છે. ક્યારે ક્યારે આર્થિક તકલીફનો સામનો પણ કરવો પડે છે. ઘરની ખુશીઓ ઉપર પણ તેની અસર પડી શકે છે. તેવામાં એ જરૂરી છે કે ઘરમાં બાથરૂમ કેવી રીતે બનાવવામાં આવી રહ્યું છે તેનું ધ્યાન જરૂર રાખવામાં આવે.

બાથરૂમ માટે વાસ્તુ ટીપ્સ :

તો આવો જાણીએ બાથરૂમ માટે થોડી વિશેષ વાસ્તુ ટીપ્સ :

૧. શૌચાલયની સીટ :

હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે શૌચાલયમાં સીટ એવા પ્રકારે હોય કે તેની ઉપર બેસતી વખતે તમારું મોઢું ઉત્તર કે દક્ષીણ તરફ હોય.

૨. એક્ઝોસ્ટ ફેન :

જો તમે નવું ઘર બનાવી રહ્યા છો તો તેમાં બાથરૂમ તો બનશે જ. તેવામાં બાથરૂમમાં થોડી જરૂરી વસ્તુ પણ લગાવવામાં આવે છે. જેમાં એક્ઝોસ્ટ ફેન પણ છે. તો જો તમે પણ બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેવ લગાવવાના છો તો તેને ઉત્તર કે પૂર્વ તરફ લગાવવાની ગોઠવણી કરો. તેનાથી ઘણા ફાયદા થશે.

૩. પાણીનું વહેવું :

બાથરૂમમાં પાણીના વહેવા માટે ઉતર પૂર્વ દિશામાં ગોઠવણી કરો.

૪. ગીઝર :

આમ તો બાથરૂમ અને શૌચાલયનો પરસ્પર સબંધ હોય છે. બન્ને એક બીજા વગર અધૂરા જ છે. તો જો તમારા બાથરૂમમાં જો ગીઝરની વ્યવસ્થા છે, તો તેને હંમેશા અગ્નિ દિશામાં લગાવો. કેમ કે ગીઝરનો સંબંધ અગ્નિ સાથે છે. એટલા માટે તેને અગ્નિ દિશામાં રાખવું જ યોગ્ય છે.

૫. ઉત્તર પશ્ચિમમાં હોવું જોઈએ બાથરૂમ :

ઘરમાં બાથરૂમ હંમેશા ઉત્તર અને પશ્ચિમ દિશામાં જ હોવું જોઈએ. ઘરની આ દિશામાં બાથરૂમ હોવાથી ઘરમાં ધન સંબંધી કોઈ તકલીફ થતી નથી. તે ઉપરાંત ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. તો જો તમે પણ નવું ઘર બનાવવા જઈ રહ્યા છો તો તેમાં બાથરૂમનું ખાસ ધ્યાન રાખો.

૬. નળ અને શાવર હોય ઉત્તર દિશામાં :

બાથરૂમમાં નળ અને શાવર હંમેશા બાથરૂમની ઉત્તર દિશામાં લગાવવો જોઈએ.

૭. અરીસાનું મોઢું દરવાજા તરફ ન રાખવું :

આમ તો બાથરૂમમાં અરીસો લગાવવો જ ન જોઈએ. તેમ છતા પણ જો તમે આરીસો લગાવવાનું વિચારી રહ્યા છો, તો તેનું મોઢું કાચ તરફ ક્યારેય ન રાખો. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી ઘરમાં આરોગ્યથી લઈને ધન સુધીની સમસ્યા આવી શકે છે.

૮. બાથરૂમમાં લગાવો ક્રીસ્ટલ બોલ :

બાથરૂમમાં વીજળી તો ઘણી જ જરૂરી છે. તો વીજળીના તમામ સાધનો બાથરૂમની દક્ષીણ પૂર્વ દીવાલ ઉપર જ લગાવો. સાથે જ બાથરૂમમાં ક્રીસ્ટલ બોલ લગાવો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.

૯. બાથરૂમમાં ન રાખો ખાલી ડોલ :

ઘણી વખત એવું બને છે કે સ્નાન કે બીજા કોઈપણ કામ કર્યા પછી ડોલ ખાલી કરી દઈએ છીએ. પરંતુ ભૂલથી પણ બાથરૂમમાં ક્યારે પણ ખાલી ડોલ ન રાખો. ડોલમાં હંમેશા પાણી ભરીને જ રાખો. એમ કરવાથી ઘરમાં ખુશીઓ જળવાઈ રહે છે.

૧૦. બાથરૂમમાં મીઠું રાખો :

બાથરૂમમાં કાચના પારદર્શી વાસણમાં મીઠું ભરીને રાખી દો. પરંતુ સમયે-સમયે એ મીઠાને બદલતા રહો. તેનાથી વાસ્તુ દોષ દુર થાય છે.