મોઢામાં ફોલ્લી(ચાંદા, છાલા)થી છો પરેશાન? તો અપનાવો ઘરેલુ નુસખા, એક જ દિવસમાં થઈ જશે ફોલ્લીઓ દૂર.

મોઢામાં ફોલ્લી થવી એક સામાન્ય સમસ્યા છે, જેનાથી દરેક બીજી વ્યક્તિ પરેશાન જોવા મળે છે. જયારે ખોટા ખાન-પાનને કારણે પેટ વ્યવસ્થિત રીતે સાફ થતું નથી ત્યારે મોઢામાં ફોલ્લીની સમસ્યા થાય છે. એની સાથે જે લોકો વધારે મસાલાવાળું ભોજન કરવાના શોખીન હોય છે, એમને પણ ફોલ્લીની સમસ્યા થાય છે. તીખું-મીઠુ સાથે-સાથે ખાવાથી પણ ઘણી વાર ફોલ્લીની સમસ્યા થાય છે.

મોઢામાં ફોલ્લીને કારણે કરવો પડે છે ભયાનક દુઃખાવાનો સામનો :

જયારે મોઢામાં ફોલ્લી થઈ જાય છે ત્યારે ભયાનક દુઃખાવો થાય છે. ફોલ્લી મોઢામાં જીભ પર કે હોઠની આજુ-બાજુ કસે પણ થઈ શકે છે. એ સમયે જયારે તમે કંઈ પણ ખાઓ છો તો મોઢામાં બળતરા થાય છે. જયારે આવું થાય છે ત્યારે એ જ વિચાર આવે છે કે શું કરીએ જેથી આ સમસ્યા જલ્દી દૂર થાય. આજે અમે એવા ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ, જેના ઉપયોગથી મોઢામાં થયેલી ફુલ્લીઓથી તરત રાહત મળે છે.

અજમાવો આ ઘરેલુ ઉપચાર :

૧) મુલેઠી (જેઠીમધ) :

મોઢામાં થયેલી ફુલ્લી માટે મુલેઠી એક રામબાણ ઈલાજ છે. મોઢામાં ફુલ્લી થવા પર એક ચમચી મુલેઠી પાઉડર લઈને બે કપ પાણીમાં નાખી ત્રણથી ચાર કલાક માટે મૂકી દો. ત્યારબાદ આ પાણીથી દિવસમાં ત્રણ-ચાર વાર કોગળા કરો. આવું કરવાથી તમને એક જ દિવસમાં ફુલ્લીથી છુટકારો મળી જશે.

૨) નારિયેળનું દૂધ અને મધ :

જયારે પણ તમારા મોઢામાં ફુલ્લી થાય તો તમે એક ચમચી નારિયેળના દૂધમાં થોડું મધ મિક્સ કરી ફુલ્લી પર લગાવો. આ પ્રક્રિયા દિવસમાં બે-ત્રણ વાર કરો. આવું કરવાથી તમારા મોઢાનો દુઃખાવો અને ફુલ્લી પણ સારી થઈ જશે.

૩) સૂકા ધાણા :

સૂકા ધાણા દરેક ઘરમાં રસોઈ મસાલાના રૂપમાં વાપરવામાં આવે છે. એનો ઉપયોગ મોઢામાં થયેલી ફુલ્લીઓ દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. સૌથી પહેલા એક ચમચી સૂકા ધાણા લઈ તેને એક કપ પાણીમાં સારી રીતે ઉકાળી લો. હવે પાણીને ગાળીને એને ઠંડુ થવા માટે મૂકી દો. આ પાણીથી દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરો, તમારી સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે.

૪) ખાવાનો સોડા :

ખાવાનો સોડા જેમાં સોડિયમ બાઈકાર્બોનેટ હોય છે, જે ફોલ્લી દૂર કરવામાં મદદ કરે છે. એના માટે સૌ પ્રથમ એક ચમચી ખાવાનો સોડા પાણીમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ફોલ્લી વાળી જગ્યા પર લગાવો. દિવસમાં બે-ત્રણ વાર આનો ઉપયોગ કરવાથી ફોલ્લીમાં આરામ મળે છે.

૫) મધ :

ફોલ્લી વાળી જગ્યા પર મધ લગાવવાથી બળતરા અને દુઃખાવામાં ઘણો આરામ મળે છે. એની સાથે તમે લીંબુના રસમાં મધ ભેળવી કોગળા કરો, આવું કરવાથી ઝડપથી તમારી સમસ્યા દૂર થશે.