બનવાના છો દુલ્હન તો જરૂર અપનાઓ દાદી-નાનીના આ નુસખા, ચહેરો ચાંદ જેવો ખીલી જશે.

નાની અને દાદીના નુસખાથી બધા જાણકાર છે. ભલે આરોગ્ય માટે હોય કે ત્વચાને નિખાર માટે. પહેલા તે નુસખા અપનાવીને લોકો પોતાની જાળવણી કર્યા કરતા હતા. કેમ કે પહેલા આટલી સરળતાથી બજારમાં ત્વચાની સુરક્ષા માટે વસ્તુઓ મળતી ન હતી. પરંતુ આજે બજારમાં સુંદરતા માટે જાત જાતની વસ્તુઓ મળવા લાગી છે. જો ત્વચાની વાત કરીએ તો પહેલાના જમાનામાં લોકો ઉબટન કરીને જ પોતાની ત્વચાને જાળવી રાખતા હતા.

શું છે ઉબટન :

ઉબટન એક પ્રકારનું ફેસ માસ્ક જ છે. જે ત્વચાના નિખાર માટે ચહેરા ઉપર લગાવવામાં આવે છે. કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ઉબટન બનાવવામાં આવે છે. તો આવો જાણીએ કે તે ક્યા-ક્યા ઉબટન છે જે લગાવીને સુંદર ત્વચા મેળવી શકીએ છીએ.

જો કોઈના લગ્ન ટૂંક સમયમાં જ થવાના છે, કે કોઈની વરવધુ બનવાની તારીખ નજીક છે, કે ઘરમાં કોઈ વિશેષ ક્રાર્યક્રમ છે, તો સુંદર ત્વચા અને તમારી સુંદરતાને નિખારવા માટે આ ઉબટનનો ઉપયોગ કરી શકાય છે. આ ઉબટનોનો ઉપયોગ કરીને તમે આ વિશેષ કાર્યક્રમમાં પોતાને સુંદર અને સ્પેશ્યલ બનાવી શકો છો.

આ કુદરતી ફેસ માસ્કનો ઉપયોગ ખુબ જ સરળતાથી કરી શકાય છે, અને તમારી ત્વચા સ્વસ્થ અને સુંદર થયેલી જોવા મળશે. તો આવો જાણીએ કે તે ક્યા-ક્યા એવા ફેસ માસ્ક છે જેનાથી તમે સ્વચ્છ અને સુદંર ત્વચા મેળવી શકો છો.

૧. બેસન અને કાચું દૂધ :

બેસન ચહેરાની ત્વચા માટે એક વિશેષ પદાર્થ છે, તે ચહેરા માંથી ડેડ સ્કીનને દુર કરે છે અને ચહેરામાં નિખાર લાવે છે. જો કે કાચું દૂધ ચહેરાને ભેજ પૂરો પાડે છે. તેના માટે થોડું કાચું દૂધ, થોડો બેસન અને એક ચમચી ચંદન પાવડરની જરૂર રહે છે.

આ ફેસ માસ્કને બનાવવા માટે એક વાસણમાં બેસન, ચંદન પાવડર અને કાચું દૂધ નાખી દો. ત્રણે વસ્તુને સારી રીતે મિક્સ કરીને એક સ્મુધ પેસ્ટ બનાવી લો, અને પોતાના ચહેરાને ધોઈને લગાવી લો. લગભગ ૧૫ થી ૨૦ મિનીટ પછી આ પેક ધોઈ લો અને સ્વચ્છ ટુવાલથી ચહેરાને લુંછી લો.

૨. બેસન અને લીંબુ :

કુદરતી ફેસ માસ્ક બનાવવા માટે બેસન એક વિશેષ પદાર્થ છે. જો તમારા ચહેરાની ત્વચા સૂર્યના તાપને કારણે કાળી થઇ જાય છે કે ટેન થઇ જાય છે, તો તે તમારા માટે એક પરફેક્ટ પેક છે. કેમ કે લીંબુ એક પ્રકારનું કુદરતી બ્લીચ છે જે ચહેરાના રંગને સ્વચ્છ કરે છે.

તે બનાવવા માટે ૧ ચમચી બેસન, ૧ ચમચી લાલ દાળનો પાવડર, ૧ ચમચી ચંદન પાવડર, ગુલાબજળના થોડા ટીપા અને લીંબુના થોડા ટીપાને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.

ધ્યાન રાખશો કે પેસ્ટને વધુ ઘટ્ટ ન બનાવો. એક સામાન્ય એવી પેસ્ટ બનાવીને તમારા ચહેરા અને ગરદન ઉપર લગાવી લો. થોડી વાર પછી ગરમ પાણીથી ધોઈ લો.

૩. બેસન, દહીં અને ઘઉંની ચોકર(ઘઉં દળાવ્યા પછી વધેલો ભાગ) :

તે ચહેરાની ત્વચાને એક્સફોલીએટ કરવામાં કામ કરે છે. દહીં ચહેરાને ચમકાવે છે. અને તેમાં દહીં ભેળવી દો તો તેનો એન્ટી સેપ્ટિક ગુણ ચહેરા પરથી પીંપલ્સને પણ દુર કરી દે છે. જો તમે પણ મુલાયમ કે ચમકતી ત્વચા ઈચ્છો છો તો આ કુદરતી ફેસ પેક તમારા માટે ઉતમ છે.